ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રક ચાલકે જીવ બચાવવા કુદકો માર્યો, પાછળના વ્હિલ નીચે આવી જતાં મોત નિપજ્યું - una accident news

ઊના ભાવનગર હાઇવે રોડ પર પથ્થર ભરેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ઊના પંથકમાં અકસ્માત
ઊના પંથકમાં અકસ્માત

By

Published : Feb 8, 2021, 1:30 PM IST

  • ટ્રક ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
  • 3નો આબાદ બચાવ
  • ઊના પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગીર-સોમનાથ: ઊના પંથકમાં અકસ્માતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જેમાં નાના-મોટા વાહન અકસ્માતતો રોજીંદા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેમ ઊના ભાવનગર હાઇવે રોડ પર પથ્થર ભરેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીગાભાઇ રૂખડભાઇ ચૈહાણ ટ્રકમાં પથ્થર ભરીને મહુવા તરફ જતા હતા.

પોતાનો જીવ બચાવવા કુદકો મારતા ટ્રકના પાછળનું વ્હિલ શરીર પર ફરી વળ્યું

ઊના નજીક વ્યાજપુર ગામ પાસે કાર ચાલકને બચાવવા જતા પોતે સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગઇ હતી. જ્યારે ટ્રક પલ્ટી મારી જતા ડ્રાઇવરે જીવ બચાવવા કુદકો માર્યો હતો. છત્તાપણ કમનસીબે ટ્રકના પાછળનું વ્હિલ શરીર પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં ગીગાભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો પણ આબાદ બચાવ થયો હતો.

મૃતકના પરીવારને કરાતા તેમના પુત્ર તાત્કાલીક ઊના દોડી આવ્યાં

આ અકસ્માત થતાં વાહન ચાલકો તેમજ આજુબાજુમાંથી લોકોના ટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને ખાનગી વાહનમાં ઊના સરકારી હોસ્પીટલે PM માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ મૃતકના પરીવારને કરાતા તેમના પુત્ર તાત્કાલીક ઊના દોડી આવ્યાં હતા. આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details