- વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ ગામોમાં વિજ પૂરવઠો પ્રર્વવ્રત કરાયાનો તંત્રનો દાવો
- 11 હજાર વિજ પોલ અને 600 ટીસી રીસ્ટોર કરાયા
- 115 કોન્ટ્રાક્ટરોની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે
ગીર સોમનાથઃજિલ્લામાં વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશાયી-નુકસાનગ્રસ્ત થતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. PGVCL દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં છવાયેલા અંધારપટ્ટ દૂર કરવા દિવસ-રાત યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ધીમે ધીમે ગામોમાં વિજ પુરવઠો પ્રર્વવ્રત થઇ રહ્યો છે, અત્યાર સુધીમાં PGVCL દ્વારા 11 હજાર વિજપોલ અને 600 ટીસી રીસ્ટોર કરાયા છે. આ કામગીરી પાછળ PGVCL ની 39 ટીમમાં 1200 થી વઘુ અધિકારી-કર્મચારીઓ અને 115 કોન્ટ્રાક્ટરોની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.
આ પણ વાંચોઃ સુકમામાં વાવાઝોડાને લીધે 20થી વધુ મકાનોને નુકસાન થયું
યુદ્ધના ધોરણે કામગીરી કરાઇ શરૂ
વાવાઝોડાને લીધે નુકસાન પામેલા વીજપોલ, વીજલાઇન, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોને રીસ્ટોર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલું છે. આ કામગીરીને સફળ બનાવવા માટે સયમ મર્યાદામાં માલ-સામાન પહોંચાડવો પણ ખૂબ આવશ્યક હોવાથી ઉના PGVCLના ઇજનેર યશપાલ જાડેજા, જુનીયર ઇજનેર એમ.એન.જાદવની ટીમ દ્વારા આગોતરા આયોજન સાથે સતત સમયસર જરૂરી માલ-સામાન કામના સ્થળ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આ માટે અમરેલી, ભુજ, પોરબંદર, જામનગર, રાજકોટ સહિત જિલ્લામાંથી માલ-સામાન મંગાવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં 7 સ્ટાફકર્મી અને 40 લેબર થકી કામગીરી કરવામાં આવી રહી છે.
વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોમાં વિજ પુરવઠો પૂર્વવત કરાવાનો તંત્રનો દાવો આ પણ વાંચોઃસુરતના ઓલપાડ તાલુકામાં વાવાઝોડાને લીધે વૃક્ષ થયા ધરાશાયી
અસરગ્રસ્ત તાલુકાની ઉર્જાપ્રધાન સૌરભ પટેલે લીધી મુલાકાત
ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાથી ઉના, ગીરગઢડા તાલુકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જાપ્રધાન સૌરભ પટેલે ઉના 220 કે.વી.ની મુલાકાત લઇ જેટકો તથા PGVCL ના અધિકારીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત તાલુકામાં વિજળી પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત આજથી અસરગ્રસ્ત કોડીનાર, ગીરગઢડા, ઉના તાલુકાના ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડર ચાલું કરી દરેક ગામડાઓને વીજળી પૂર્વવત કરવામાં આવી છે. આ અસરગ્રસ્ત તાલુકામાં 20 સબસ્ટેશનો દ્વારા વીજપૂરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં 11 હજાર વિજ પોલ, 600 ટીસી રીસ્ટોર કરવામાં આવેલા છે. 115 કોન્ટ્રાકટરોની ટીમ અને 39 PGVCL ટીમના 1200 થી વધુ કર્મચારીઓ યુદ્ધના ધોરણે દિવસ-રાત કામગીરી કરી વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા તમામ ગામોમાં આજથી વીજળી પૂર્વવત કરવામાં આવી હોવાનું PGVCLના ઇજનેર વાય.આર.જાડેજાએ જણાવD/G છે.