લગભગ 6 માસ સુધી ચાલેલ વરસાદી માહોલ વચ્ચે જો સૌરાષ્ટ્ર અને એમાં પણ ગીરસોમનાથ જિલ્લામાં કોઈએ પારાવાર નુકસાન વેઠયું હોય તો એ છે ખેડૂત. જ્યારે વીમો ભરવાની વાત આવી ત્યારે દેવુ કરીને પણ ખેડૂતોએ વીમા ભર્યા, પરંતુ જ્યારે મુખ્ય પાક મગફળી, કપાસ, સોયાબિન જેવા પાક નિષ્ફળ ગયા ત્યારે વીમા કંપનીના થાગા થયા શરૂ થયા છે. સરકાર વીમા કંપની ઉપર દબાણ વધારવાને પગલે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે છે. જે ખેડૂતોને આંશિક રાહત આપવા માટે ઉપયોગી સાબિત થતું હોય છે.
સરકારની રાહત યાદીમાં સૌથી વધુ નુકસાનગ્રસ્ત સુત્રાપાડા તાલુકો બાકાત - ગીર સોમનાથમાં પાકવીમો
ગીર સોમનાથ: 6 મહિના ચાલેલા ચોમાસામાં પોતાના મોટાભાગના પાકમાં થયેલી નુકસાનીનો માર સહન કરી રહેલા સુત્રાપાડા તાલુકાને સરકારની મદદ યાદીના પ્રથમ તબક્કામાં બાકાત રખાતા ખેડૂતો માટે સ્થિતિ બદથી બત્તર બની છે. ઈટીવી ભારત સુત્રાપાડાના ખેડૂતોના પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવા માધ્યમ બન્યું છે.
ગીરસોમનાથના દરિયાપટ્ટી પર આવેલ સુત્રાપાડા તાલુકામાં 'વાયુ', 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાના પગલે વરસાદે ખેડૂતોનો પાક બગાડ્યો. ખેડૂતોને આશા હતી કે, પેટે પાટા બાંધીને કરાવેલ પાક વીમો અત્યારે વરદાન રૂપ સાબિત થશે. પરંતુ 5000થી વધુ પાક વીમાની અરજી કરનાર આ તાલુકાને હજૂ સુધી પાક વીમો મળ્યો નથી. એટલમાં અધુરું હોય તેમ સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ આપવાના તાલુકામાં પણ સુત્રાપાડાને બાકાત રાખવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીનો ઇટીવી ભારતની ટીમે સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાના બદલે સરકાર દ્વારા આદેશ અનુસાર કામગીરી કરાઈ છે અને કરાશે તેવા સરકારી સર્વસામાન્ય જવાબ આપ્યો હતો.