વેરાવળમાં તોફાની પવનથી ખેડૂતોના બાગાયતી પાકને નુકસાન - wind
ગીરસોમનાથઃ 'વાયુ' વાવાઝોડું ગુજરાતથી દુર ચાલ્યું ગયુ છે, પરંતુ વેરાવળ હજુ પણ તેની આડઅસરથી વ્યથિત છે. ભારે પવન અને મુશળધાર વરસાદ ચાલુ હોવાથી વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન થઈ રહ્યું છે.

નાળીયેરી
ગીર સોમનાથમાં મુખ્ય બાગાયતી ખેતીના પાકોમાં નાળીયેરી, કેળ અને ચીકુના ઝાડને વાવાઝોડાના કારણે આવેલ પવને તોડી પાડ્યાં છે. વેરાવળ નજીક આવેલ છાત્રોડા ગામમાં જ્યાં ખેડૂતો મોટેભાગે નાળિયેરીના બગીચાઓ ધરાવે છે. ત્યાં વાયુ વાવાઝોડા બાદ તોફાની પવને નાળિયેરીઓને જળથી ઉખાડી ફેંકી દીધી છે. ત્યારે ખેડૂતો કુદરત પાસે આ પવન અને વરસાદને રોકવા પ્રાર્થના કરી રહ્યા છે.
વેરાવળમાં તોફાની પવનથી ખેડૂતોના બાગાયતી પાકોને નુકસાન