ગુજરાત

gujarat

ETV Bharat / state

સાસણ ગીર અભ્યારણ નવા નિયમોની સાથે ખુલ્લુ મૂકાયૂ - સાસણ સફારી પાર્ક ન્યૂઝ

જૂનાગઢઃ ચોમાસની સિઝન પૂરી થયા બાદ સાસણનું પાર્ક 16 ઓક્ટોમ્બરથી એટલે રે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે અંગે તંત્ર દ્વારા મોટા પાયે આયોજનો હાથ ધરવામાં આવ્યા હતાં. જેમાં પાર્ક સ્વચ્છતાને ધ્યાનમાં લઈને પ્લાસ્ટીક મુક્ત અભિયાન હાથ પણ ધરવામાં આવ્યું છે. ઋતુઓ પ્રમાણે પાર્કનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓ પાર્કની મુલાકાત લેવા માટે તેના નિયમોનું  ચુસ્તપણે પાલન કરવું પડશે.

સાસણ ગીર અભ્યારણ નવા નિયમો સાથે ખુલ્લું મૂકાશે

By

Published : Oct 16, 2019, 12:53 PM IST

ગીર અભ્યારણમાં ઋતુઓ પ્રમાણે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિયાળામાં સાસણ પાર્કનો સમય 6.45 થી 9.45 સુધીનો કરાયો છે. ઉનાળામાં 1 માર્ચથી 15 જૂન સુધી સાંજે 4થી 7 કલાક સુધીનો કરાયો છે.

સાસણ ગીર અભ્યારણ નવા નિયમો સાથે ખુલ્લું મૂકાશે

આ ઉપરાંત રાજ્ય સરકાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સાસણ જંગલને પ્લાસ્ટિક નિષેધ કરવામાં આવ્યું છે. પાણીની બોટલો થર્મલ સ્ટીલ સાથે 2 બોટલો દરેક વાહનમાં રાખવામાં આવી છે. તેમજ GPS સિસ્ટમને અપડેટ કરવામાં આવી છે. જેથી કોઈ પણ પ્રકારના વાહન મોનીટરીંગમાંથી બચી શકશે નહીં.

આમ, ઓનલાઈન બુકીંગ, પ્લાસ્ટીક મુક્ત અભિયાન અને ઋતુ પ્રમાણે કરવામાં આવેલાં સમય પરિવર્તન સાથે એકવાર ફરીથી સાસણ ગીર પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે..

ABOUT THE AUTHOR

...view details