ગુજરાત

gujarat

ETV Bharat / state

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં 6મેથી કેસર કેરીની હરાજી શરૂ થશે - Talala Marketing Yard

ગીર સોમનાથની તાલાળા માર્કેટિંગ યાર્ડમાં 4 મેથી કેસર કેરીની હરાજી શરૂ થશે. તાલાળા યાર્ડમાં ગયા વર્ષે 10 મેથી કેસર કેરીની સિઝન શરૂ થઈ હતી. આ વર્ષે 6 દિવસ પહેલા હરાજી શરૂ થઈ રહી છે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે 10 કિલોના 6,87,000 બોક્સની આવક સાથે એક બોક્સનો ભાવ સરેરાશ 410 રૂપિયા હતો.

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં 6મેથી કેસર કેરીની હરાજી શરૂ થશે
તાલાળા માર્કેટિંગ યાર્ડમાં 6મેથી કેસર કેરીની હરાજી શરૂ થશે

By

Published : Apr 17, 2021, 2:23 PM IST

  • તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આ વખતે 6 દિવસ વહેલી કેસર કેરીની હરાજી શરૂ થશે
  • ગયા વર્ષે 10 કિલોના 6,87,000 બોક્સની આવક સાથે એક બોક્સનો ભાવ સરેરાશ 410 રૂપિયા હતો
  • તાલાળા માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે 37 દિવસ સિઝન ચાલી હતી
    તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આ વખતે 6 દિવસ વહેલી કેસર કેરીની હરાજી શરૂ થશે

તાલાળાઃ માર્કેટિંગ યાર્ડમાં 4 મેથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થશે. તાલાળા યાર્ડમાં ગયા વર્ષે 10 મેથી કેસર કેરીની સિઝન શરૂ થઈ હતી. આ વર્ષે છ દિવસ વહેલી શરૂ થશે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે દસ કિલોના 6,87,000 બોક્સની આવક સાથે એક બોક્સનો સરેરાશ ભાવ 410 રૂપિયા ઉપજ્યો હતો.

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આ વખતે 6 દિવસ વહેલી કેસર કેરીની હરાજી શરૂ થશે
આ પણ વાંચોઃ કેસર બનશે કડવી, કેરીના મોરમાં નુકસાન જતાં આ વર્ષે ભાવ આસમાને પહોંચવાની શક્યતા
ગયા વર્ષે 10 કિલોના 6,87,000 બોક્સની આવક સાથે એક બોક્સનો ભાવ સરેરાશ 410 રૂપિયા હતો

ગયા વર્ષે સૌથી વધારે ભાવ મળ્યો હતો

તાલાલા માર્કેટિંગ યાર્ડના નવા વરાયેલા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યાર્ડની પ્રથમ બોર્ડ બેઠક મળી હતી, જેમાં 4 મેથી કેસર કેરીની નવી સિઝન શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. તાલાળા યાર્ડમાં ગયા વર્ષ 10 મેથી કેરી સિઝન શરૂ થઈ હતી. આ વર્ષે 6 દિવસ વહેલી નવી સિઝનનો શુભારંભ થશે. તાલાળા માર્કેટિંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યાર્ડમાં ગયા વર્ષે 37 દિવસ સિઝન ચાલી હતી. તે દરમિયાન 10 કિલોના 6,87,000 બોક્સનું વેચાણ થયું હતું, જેમાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોને એક બોક્સનો સરેરાશ ભાવ 410 રૂપિયા ઉપજ્યા હતા, જે છેલ્લા 20 વર્ષનો સૌથી વધુ હતો.

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે 37 દિવસ સિઝન ચાલી હતી

આ પણ વાંચોઃજૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ

ગયા વર્ષે 100 કરોડ રૂપિયાનો કારોબાર થતા તાલાળાનું અર્થતંત્ર વેગવંતુ થયું હતું

તાલાળા યાર્ડમાં ગયા વર્ષે 37 દિવસ કેરીની સિઝન ચાલી હતી. તે દરમિયાન 28થી 29 કરોડ રૂપિયાની કેરીનું વેચાણ થયું હતું. આ ઉપરાંત ખેડૂતોએ બે ભાગની કેરીનું વેચાણ યાર્ડની બહાર જથ્થાબંધ વેપારીઓ તથા ગ્રાહકોને સીધું કર્યું હોવાનો અંદાજ અનુભવીઓએ વ્યક્ત કર્યો હતો. આ સિવાય કેરી ભરવાના ખાલી બોક્સ સહિતનું વ્યાપક વેચાણ કેસર કેરીની સિઝન દરમિયાન થયું હતું. પરિણામે ગયા વર્ષે કેસર કેરીની સિઝન દરમિયાન 100 કરોડ રૂપિયાના કારોબાર થતા તાલાળા પંથકનું અર્થતંત્ર વેગવંતુ થઈ ગયું હતું. આથી લૉકડાઉન પછી ગીર પંથકમાં આર્થિક પરિસ્થિતિ જે ડામાડોળ થઇ ગઇ હતી. મંદી માઝા મુકી રહી હતી, જેમાં 37 દિવસની કેસર કેરીની સિઝને નવા પ્રાણ ફૂંક્યા હતા.

ABOUT THE AUTHOR

...view details