પવિત્ર શ્રાવણ માસમાં દેશ-વિદેશથી ભાવિકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે છે. આ વર્ષે લાખો ભાવિકોએ ભોલેનાથના દર્શન કર્યા હતાં. અંદાજે 6 કરોડ જેટલી મંદિરની આવક થઈ છે. અતિથિગૃહો અને ભોજનાલયોમાં દિવસેને દિવસે વૃદ્ધિ થઈ રહી છે. તેની સાથે મંદિરની આવકમાં વધારો થઈ રહ્યો છે.
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની આવક 6 કરોડને પાર પહોંચી - સોમનાથ ટ્રસ્ટ
ગીરસોમનાથઃ શ્રાવણ માસ દરમિયાન સોમનાથના દર્શનનો લ્હાવો લેવા ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે. ભોજનાલયોના હિસાબ પ્રમાણે સોમનાથ ટ્રસ્ટની આવક 6 કરોડ થઈ છે. જેમાં 70થી 80 લાખનો વઘારો થઈ શકે છે. આમ, સોમનાથની આવકમાં ગત વર્ષ કરતાં વધારો થયો છે. જેનો ઉપયોગ યાત્રીઓની સુવિધામાં વધારો કરવા થતો હોવાનું ટ્રસ્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું.
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની આવક 6 કરોડને પાર પહોંચી
આંકડાકીય માહિતી પ્રમાણે, શ્રાવણ માસ દરમિયાન 18 લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. સોમનાથ ટ્રસ્ટની 5.89 કરોડની આવક થઈ છે, જેમાં 1.20 કરોડનું ગુપ્તદાન કરાયું છે. વિવિધ પૂજાવીધીની આવકમાં પણ વધારો નોંધાયો છે. પ્રસાદની આવકમાં 2 કરોડથી વધુ આવક થઈ હતી. આ ઉપરાંત વાહન પાર્કીંગની 11.50 લાખ આવક નોંધાઈ છે. અતિથિગૃહની 80 અને સાહિત્યની 20 લાખ આવક નોંધાઈ છે. આમ, સોમનાથ ટ્રસ્ટમાં ગત વર્ષની સરખાણીએ આ વર્ષની આવકમાં વધારો નોંધાયો છે.