ગીર સોમનાથ : સોમનાથ જ્યોતિર્લિંગ હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક છે. પરંતુ આપણા દેશમાં થયેલા પાશ્વી અત્યાચારો અને છતાં પણ પોતાના મૂળને વળગી રહેવાનો આપણો અડીખમ ઇતિહાસનો સાક્ષી રૂપ વારસો છે.
પ્રજાસત્તાક પર્વે સોમનાથમાં ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાયો
જ્યારે આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ધર્મ ધ્વજ સામે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. જેના દર્શન કરીને લોકોમાં ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિ સભર વાતાવરણ સર્જાયું હતું.
ગીર સોમનાથ
ત્યારે સોમનાથમાં પ્રજાસત્તાક પર્વ પર 2 ધ્વજ ફરકાવાયા હતા. પહેલો સોમનાથનો ધર્મ ધ્વજ કે જે આપણી આસ્થા અને અખંડિતતાનો સૂચક છે. તો બીજો આપણા સૌનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો કે જે આપણી વિવિધતામાં એકતાનું પ્રતિક છે. જેમાં સોમનાથમાં આવનાર શ્રદ્ધાળુઓને ધર્મભક્તિ સાથે દેશભક્તિનો પણ લાભ મળ્યો હતો.