ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 100% મતદાન થયેલું એકમાત્ર કેન્દ્ર - Narendra Modi

ગીરસોમનાથઃ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, પણ શું તમે જાણો છો કે, દેશમાં જ વિશ્વની સૌથી નાની લોકશાહી પણ વસેલી છે. ગીરના જંગલની મધ્યમાં આવેલા બાણેજ આશ્રમના મહંત ભરતદાસ બાપુના એક મત માટે જંગલની મધ્યમાં બનાવાયું છે મતદાન કેન્દ્ર.

ભરતદાસ બાપુ

By

Published : Apr 23, 2019, 2:12 PM IST

ગીરસોમનાથના ગિરગઢડા તાલુકામાં ગીર જંગલની મધ્યમાં આવેલું બાણેજ મતદાન મથક સમગ્ર રાજ્ય અને દેશમાં અનોખું મતદાન મથક છે. આ મતાદન મથક એક માત્ર બાણેજ આશ્રમના મહંત ભરતદાસ બાપુ માટે બનાવવામાં આવે છે. ભરતદાસ બાપુ માટે વર્ષ 2002થી બાણેજ જંગલની મધ્યમાં બુથ બનાવવામાં આવે છે. અને રસપ્રદ વાત એ છે કે, તેઓ અચૂક પણે મતદાન કરતા હોવાથી આ મતકેન્દ્ર હંમેશા 100% મતદાન ધરાવે છે.

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 100% મતદાન થયેલ એકમાત્ર કેન્દ્ર

ત્યારે ભરતદાસ બાપુનું તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માન પણ કરવામાં આવેલ છે. તેને યાદ કરતા બાપુ બારબાર મોદી સરકારનો નારો લગાવે છે. તેમજ બહુમતી વાળી સરકાર બનવાની આશા રાખે છે. સાથે જ બાપુએ સરકારને બાણેજ આશ્રમ સુધી સારો રોડ બનાવવાની માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details