- પ્રવીણ લહેરીએ ઇ-સીસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો
- રૂ. 251ના મનીઓર્ડરથી મેળવી શકાશે પ્રસાદ
- પ્રસાદના બોકસમાં લાડુ અને ચિક્કીનો 400 ગ્રામ જેટલો પ્રસાદ રહેશે
ગીર-સોમનાથ: જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના ભક્તો ઘરબેઠા ભકિત કરી શકે તે માટે અનેક નવી સેવાઓ અમલી બનાવાઈ છે. હવે સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતો ઘરબેઠા સોમનાથની પ્રસાદી મેળવી શકે તે સેવાનું સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી અને પોસ્ટ વિભાગના રાકેશકુમારે ઇ-લોકાર્પણ કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના પોસ્ટ વિભાગના અઘિકારીઓ હાજર રહ્યા હતા. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા પોસ્ટ વિભાગને સાથે રાખી કરવામાં આવી છે.