ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ, કુલઆંક 23 પર પહોંચ્યો - corona case positive in Girsomnath

ગીર સોમનાથમાં કોરોના ગ્રાફ 23 એ પહોંચ્યો છે. ગીરસોમનાથના વિઠ્ઠલપુર ગામમાં 1 યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગામને ક્લસ્ટર કોરોન્ટાઇન કરવામાં આવ્યું છે. સુરતથી યુવક વતન પરત ફર્યો હતો, જેને કોરોનાના લક્ષણ દેખાયા હતા. જિલ્લામાં તમામ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદ અને સુરતથી સરકારી અનુમતિ સાથે જિલ્લામાં પ્રવેશ્યા હતાં.

ગીરસોમનાથ
ગીરસોમનાથ

By

Published : May 15, 2020, 9:30 PM IST

ગીરસોમનાથઃ કોરોના વાઇરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્રારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ વિભાગ દ્રારા ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની સર્તકતાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 23 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 03 પોઝિટિવ કેસ કોરોનામુક્ત થતા રજા આપવામાં આવી છે.

કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુરના યુવાનનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં 68 શંકાસ્પદ દર્દીના સેમ્પલ નેગેટિવ આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા-10, કોડીનાર-08, ગીરગઢડા-04, વેરાવળ-11, તાલાળા-11 અને ઉના-18, સિવિલ હોસ્પિટલ-04 સહિત 66 શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details