- સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા
- સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ
- આ બેઠકમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ ટ્રસ્ટીઓ જોડાયા
ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક સોમવારની મોડી સાંજે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત તમામ ટ્રસ્ટીઓ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી મારફતે જોડાયા હતા. અગાઉ બે વખત નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેને રદ્દ કરવામાં આવી હતી. જે સોમવારના રોજ મોડી સાંજે મળેલી આ બેઠકમાં સોમનાથના વિકાસના કામોને લઇને તેમજ પ્રતિષ્ઠિત એવું સોમનાથ ટ્રસ્ટનું પ્રમુખ પદ માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. મોડી સાંજે સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા છે.