- પ્રતિકૂળ વાતાવરણ ના પગલે 70 ટકા પાક નિષ્ફળ
- પંથકનો 70 ટકા કેસર કેરીનો પાક નાશ પામ્યો હોવાનો ખેડૂતોનો દાવો
- તાકીદે સર્વે કરાવી વળતર ચુકવવાની માંગ સાથે કિસાન સંઘએ આવેદનપત્ર આપ્યુ
ગીર સોમનાથ:તાલાલાપંથકમાં મોટા ભાગનો વિસ્તાર કેસર કેરીના બગીચાથી પથરાયેલો હોય છે. કેસર કેરીના પાક આધારિત ખેડૂતોની સંખ્યા વધારે છે. આ ખેડૂતોને આખા વર્ષમાં એક જ વખત કેસર કેરીના પાકની આવક હોયવાથી પાક નિષ્ફળ જતા કેસર કેરીના પાક ઉપર જીવનનિર્વાહ ચલાવતા ખેડૂતો આર્થિક નુક્સાનીને કારણે નોંધારા થઈ ગયા છે. તાલાલા મામલતદાર મારફત મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આ વર્ષે કેસર કેરીના પાકની શરૂઆતમાં આંબા ઉપર વ્યાપક પ્રમાણમાં આવરણ આપ્યું હતું. પરંતુ અનુકુળ આબોહવાના અભાવે તથા ઈયળ, મધીયો, તથા નાની જીવાતને કારણે કેસર કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાથી 70 ટકા જેટલો પાક નાશ પામ્યો છે. પરીણામે કેસર કેરીના પાક આઘારિત ખેડૂતો દયાજનક સ્થિતિમાં મૂકાઇ ગયા છે.