વિશ્વમાં ગીર બે રીતે પ્રખ્યાત છે, એક એશિયાટીક સિંહોનું ઘર અને બીજું ગીરની કેસર કેરી. ત્યારે આજે તાલાલા મેંગો માર્કેટમાં વિધિવત રીતે કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દીવસે જ યાર્ડ કેસર કેરીના બોક્સથી ભરાયેલું જોવા મળ્યુ હતું. આજે 15 થી 16 હજાર બોક્સની આવક થતા અંદાજે વર્ષ દરમિયાન 7 થી 8 લાખ બોક્સની આવકની સંભવનાઓ થવાનું જાણકારો જણાવી રહ્યા છે. કેરીની કિમત 350 થી લઈ 700 રૂપીયામાં વેંચાય હતી, આ વખતે કેરી યુકે અને અમેરીકા ખાતે પણ એક્સપોર્ટ કરવામાં આવશે..
તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી, 13,000 થી વધુ બોક્સની આવક - Mango
ગીરસોમનાથઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીની હરાજી તાલાલા મેંગો માર્કેટમા આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દીવસમાં જ 15 થી 16 હજાર બોક્સની આવક થતાં યાર્ડ કેરીથી છલકાયું છે, જે કેરીના રસીયાઓ માટે સારા સમાચાર છે.
વિશ્લેષકોના મત પ્રમાણે, આ વર્ષે બગીચાઓના ઈજારેદારોને કેરીના પાકમાં નુકશાની જવાની સંભવનાઓ વર્તાઈ રહી છે. કારણ કે, કેરીનો પાક ઓછો થયા છે માટે તેમજ આ ભાવમાં પણ નજીવી વધઘટ સાથે કેરી સીઝન ભર વેચાશે તેવી શક્યતા લાગી રહી છે.
ત્યારે તાલાલા મેંગો યાર્ડના વાઇસ ચેરમેન ભીમજી ભાઈએ ઇટીવીને જણાવ્યુ કે, ગીરના સિંહ અને કેસર કેરી પ્રખ્યાત છે, ત્યારે આ વર્ષેથી અમે કેરીને યુકે અને અમેરીકામાં એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. આ વર્ષે કેરી ઓછી હોવાથી 15મે પછી કેરીનો પાક વધુ બજારમાં આવવાની સંભાવના છે. કેરી નેચરલી પાકે તે જરૂરી છે બાકી કાર્બાઈડથી પકાવવા અને ખાવીથી કેન્સર સહીતના ગંભીર રોગો થાય છે માટે કુદરતી કેરી આરોગ્ય વર્ધક છે.