ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથનો પ્રવેશદ્વાર ગણાતું ગીરસોમનાથ નું મુખ્યમથક વેરાવળ બન્યું ગંદકી નું શહેર... - Girsomanath city of dirt

ગીરસોમનાથ જિલ્લાનું મુખ્ય મથક અને સોમનાથ જવાનો પ્રવેશ દ્વાર ગણાતું શહેર બન્યું છે ગંદકીનું શહેર ત્યારે વેરાવળ પાટણમાં સંયુક્ત નગરપાલિકા ની બેદરકારીના કારણે શહેરની અંદર જામ્યા છે ગંદકીના થર, તો બીજી તરફ શહેરીજનો ની અંદર છે રોગચાળો ફેલાવાની ભીતિ ત્યારે હંમેશની જેમ etv ભારતે સામાન્ય લોકોની આ વેદના ને વાચા આપવાનું કર્ય હાથ ધાર્યું છે. Etv ભારતે વેરાવળ નગરપાલિકા નું રિપોર્ટ કાર્ડ બનાવ્યું છે અને શહેર ના વિવિધ વિસ્તારોમાં લોકોએ મત આપીને નગરપાલિકા ની હાલની પરિસ્થિતિ નું તદર્શ દ્રશ્ય પૂરું પાડ્યું હતું.

etv bharat somnath

By

Published : Sep 28, 2019, 11:24 AM IST

સોમનાથ જ્યોતિર્લિંગ ના દ્વાર ગણાતા ગીરસોમનાથના મુખ્યમથક વેરાવળ અને પાટણમાં ઠેરઠેર જમ્યા છે ગંદકીના ગંજ, પાલિકા તંત્ર પાસે 300 થી વધુ સફાય કર્મચારીઓ હોવા છતાં નથી કરવામાં આવીરહી સફાઈ, શહેરીજનો માં રોગચાળો ફેલાવાનો ભય, તો નગરપાલિકા ચીર નિંદ્રા માં છે. ત્યારે શહેર ની પરિસ્થિતિ ઉપર જુઓ ઇટીવી ભારત નો આ વિશેષ એહવાલ.

ગીરસોમનાથ નું મુખ્યમથક વેરાવળ બન્યું ગંદકી નું શહેર

આ દ્રશ્યો છે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકના, આમતો સોમનાથ મંદિરે જવા માટે વેરાવળ અથવા પાટણ શહેરમાં પસાર થઈ ને જવું પડે છે. પણ આજ કાલ સોમનાથ આવતા યાત્રિકો અહીં ની ખુબજ ખરાબ છબી લઈને જઈ રહ્યા છે ત્યારે અહીંથી પસાર થવાની ઈચ્છા સ્થાનિકો ને પણ નથી થઈ રહી. કારણ કે વેરાવળ અને પાટણ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર જામ્યા છે. શહેરીજનો આટલા બધા ત્રસ્ત થયા છે કે ના પૂછો વાત. વેરાવળ શહેરના લોકો આ ગંદકીના કારણે ભયમાં મુકાયા છે કે ક્યાંક ચોમાસા બાદ આ ગંદકી અને કીચડ ના લીધે શહેરભરમાં રોગચાળો ના ફાટી નીકળે.

વેરાવળ પાટણ ના રહીશો તો ત્યાં સુધી કહે છે કે છેલ્લા ત્રણ મહિનાથી શહેરમાં ક્યાંય સફાય જ કરવામાં નથી આવી. એક તરફ સરકાર સ્વચ્છ ભારત ની વાતો કરી રહી છે. તો ગીરસોમનાથના વેરાવળ ખાતે ભાજપ શાસિત પાલિકા તંત્ર જ સ્વચ્છતા ના લીરે લિરા ઉડાડી રહ્યું છે. દેશભરમાં સ્વચ્છતા નામે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકોને સ્વચ્છતા જાળવવા માટે અલગ અલગ સ્લોગન આપવામાં આવી રહ્યા છે પરંતુ ભાજપ શાસિત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા જાણે સ્વચ્છ ભારત મિશન ને ભૂલી ગયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.


સોશ્યલ મીડિયા અને લોકોમાં ગંદકી અને ખરાબ રસ્તાઓ બાબતે રોષ છે પણ પાલિકા તંત્ર ના પેટનું પાણી પણ ન હલ્યું. જ્યારે આ બાબતે ETV ભારત ની ટિમ દ્વારા પાલિકા ના ચીફ ઓફિસર નો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેઓ ઓફિસે મળી આવેલ નહિ અને તેમના દ્વારા ફોન પણ રિસીવ કરવામાં આવ્યો ન હતો. પણ ચીફ ઓફિસર અને વેરાવળ ના નગરપ્રમુખ ની ઓફીસ ની મધ્યમાં જ પાન મસાલા ની પિચકારિઓ જોઈને એક સવાલ ચોક્કસ થયો કે જે પાલિકા પોતાનું ભવન સ્વચ્છ નથી રાખી શકી તે શહેર કઈ રીતે સ્વચ્છ રાખશે???

ABOUT THE AUTHOR

...view details