- પરેશભાઈ નાગજીભાઈ ડાગોદરાએ કર્યુ કાળા ઘઉંનું સફળ વાવેતર
- ઉત્પાદનનો ઉતારો 2 વિઘામાં 30થી 40મણ જોવા મળ્યો
- જાંબુ અને બ્લુ બેરીના ફળોનાં ખનિજ તત્વો ધરાવે છે કાળા ઘઉં કાળા ઘઉંની મિઠાઈ
ગીર સોમનાથ: ઉના તાલુકાનાં જુના વાજડી ગામનાં પ્રગતિશીલ ખેડુત પરેશભાઈ નાગજીભાઈ ડાગોદરાએ ઈન્દોરથી રુપિયા 100નાં કીલો ભાવે કાળાં ધંઉનું બિયારણ લાવી પોતાના ધર વપરાશ હેતું બે વિધા જમીનમાં તેનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે જે સમયે સૌરાષ્ટ્રમાં ધઉંનું ઉત્પાદન થાય છે તેના કરતા પંદર દિવસ મોડી આ ઘઉંની ખેતી થાય છે અને બીજા ધઉં કરતા બે ઘણું વધુ પાણી આપવાનું હોય છે. તેનાં કારણે કાળાં ધઉંનું ઉત્પાદન ચર્ચાનો વિષય બન્યું છે. તેના છોડમાં કોઈ પ્રકારના રોગ પણ અત્યાર સુધી જોવા મળ્યો નથી. તેના ઉત્પાદનનો ઉતારો પણ બે વિઘામાં 30થી 40મણ જોવા મળ્યો છે. ઉપરાંત કાળા રંગનાં ધઉં ખાવામાં લિજ્જતદાર હોય છે અને રોટલી પણ ભૂરા રંગની થાય છે.
ધઉંનો રંગ કાળો શા માટે??
ફળ, શાકભાજી અને અનાજનો રંગ તેમાં રહેલા પ્લાન્ટ પિગમેન્ટ કે રંગદ્રવ્ય કણોની માત્રામાં પર આધારીત હોય છે. કાળાં ધઉંમાં એનથૉસાએનિન નામનાં દ્રવ્યકણો છે, તેમાં સામાન્ય ધઉં કરતાં 100થી 200 PPM એનથૉસાએનિનનું પ્રમાણ છે. તેના બીજ કાળાં ફળોની મદદથી તૈયાર કરવામાં આવે છે. જેમાં જાંબુ અને બ્લુ બેરીના ફળોનાં ખનિજ તત્વો જોવા મળે છે. આ ઘઉં સરેરાશ ધઉંની સરખામણીમાં 60ટકા વધારે આર્યન ધરાવે છે.
આ પણ વાંચો:સંપૂર્ણ ઓર્ગેનીક ખેતીથી આ ખેડૂત દંપતિ આશરે 11 લાખ રૂપિયાની મેળવે છે વાર્ષિક ઉપજ