રાજ્ય સરકાર દ્વારા ભરતીઓ સર્ટીફીકેટની માન્યતા બાબતે થયેલ અન્યાય સામે માલધારી સમાજે સરકારની સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં રાજભવન રોડ ઉપર ગીર સોમનાથ માલધારી સમાજે પ્રતીક ઉપવાસ યોજ્યા હતા અને અમને અમારો હક્ક આપોના નારા સાથે સરકારનો વિરોધ કર્યો હતો.
રાજ્ય સરકારની ભરતીમાં થયેલ અન્યાયના વિરોધમાં ધરણા - Gir held a fast in protest at Somnath
ગીર સોમનાથઃ રાજ્ય સરકાર દ્વારા ભરતીઓ સર્ટીફીકેટની માન્યતા બાબતે થયેલ અન્યાય સામે માલધારી સમાજે સરકારની સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં રાજભવન રોડ ઉપર ગીર સોમનાથ માલધારી સમાજે પ્રતીક ઉપવાસ યોજ્યા હતા અને અમને અમારો હક્ક આપોનાં નારા સાથે સરકારનો વિરોધ કર્યો હતો.
રાજ્ય સરકારની ભરતીમાં થયેલ અન્યાયના વિરોધમાં ઉપવાસ યોજ્યા
આ ભરતી પ્રક્રિયા બાબતે મુદ્દોએ ઉઠ્યો છે કે, સરકાર માલધારી ઉમેદવારો પાસે પોતાનો વિચરતી વિમુક્ત જાતિ હોવાનો પુરાવો માંગી રહી છે. ત્યારે સરકાર તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ સર્ટિફિકેટને પણ માન્ય ન ગણતી હોવાનો યુવાનો આરોપ લગાવી રહ્યા છે. અને સરકાર પાસે વહેલી તકે આ બાબતે ન્યાય આપવા વિનંતી કરી રહ્યા છે અને જો એમની માંગ નહી સંતોષવામાં આવે તો તેઓ રાજ્ય ભરમાં અને ગાંધીનગરમાં જ્વલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
TAGGED:
રાજ્ય સરકારની ભરતીમાં અન્યાય