ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં ખોડિયાર મંદિરને વિકસાવવા ભક્તોએ કરી માગ - ખોડિયાર મંદિર

સોમવારે ખોડિયાર જ્યંતી નિમિત્તે ગીરની મધ્યે સવની ગામમાં હીરણ નદીના કિનારા પર બીરાજમાન ખોડિયાર માતા અને તેના વાહન મગરનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. આ સાથે જ ભક્તોએ ખોડિયાર માતાના મંદિરને વિકસાવવા સરકાર પાસે માગ કરી હતી.

ETV BHARAT
ગીર સોમનાથમાં ખોડિયાર મંદિરને વિકસાવવા ભક્તોએ કરી માગ

By

Published : Feb 4, 2020, 12:45 AM IST

ગીર સોમનાથ: વેરાવળ તાલાલા રોડ પર હીરણ નદીના કીનારા પર ખોડિયાર માતાનું પૌરાણિક મંદીર આવેલું છે, જ્યાં ખોડીયાર જ્યંતી, દિવાળી તેમજ અન્ય રજાઓ દરમિયાન શ્રદ્ધાળુઓ ઊમટતા હોય છે. અહીંયા ભક્તો કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહીને ખોડિયાર માઁના દર્શન કરે છે. આ ઉપરાંત અહીંયા નદીમાં ખોડિયાર માઁનું વાહન મગર પણ દર્શન આપે છે. જેથી આ સ્થળ લોકો માટે આસ્થા સાથે પર્યટનનું પણ સ્થળ બન્યું છે.

ગીર સોમનાથમાં ખોડિયાર મંદિરને વિકસાવવા ભક્તોએ કરી માગ

ખોડિયાર માતાના મંદિરે આવનારા ભક્તો અને સવની ગામના લોકો સરકારને વિનંતી કરી રહ્યા છે કે, અહીં સારા રસ્તાઓ અને આ સ્થળને યોગ્ય પ્રસિદ્ધિ મળી નથી, જેના કારણે સોમનાથ આવનારા ભાવિકો અહીં પહોંચી શકતા નથી. જેથી મંદિરનો વિકાસ કરવામાં આવે અને યોગ્ય માર્ગ બનાવવામાં આવે.

ગીર સોમનાથમાં ખોડિયાર મંદિરને વિકસાવવા ભક્તોએ કરી માગ

ABOUT THE AUTHOR

...view details