ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન મોદી અને રૂપાણી વચ્ચે ગુફતેગુ, સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી રૂપાણી યુગના ઉદયની શક્યતા - closeness seen between Modi and Rupani

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે સોમનાથ ખાતે વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને ( (Gujarat Assembly Elections 2022))ચૂંટણી સભામાં હાજરી આપવા માટે આવ્યા હતા. આ સમય દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ ગંભીર મુદ્દાને લઈને સતત વિચારોનું આદાન-પ્રદાન થતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા (closeness seen between Modi and Rupani) હતા.

Etv Bharatવડાપ્રધાન મોદી અને રૂપાણી વચ્ચે ગુફતેગુ, સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી રૂપાણી યુગના ઉદયની શક્યતા
Etv Bharatવડાપ્રધાન મોદી અને રૂપાણી વચ્ચે ગુફતેગુ, સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી રૂપાણી યુગના ઉદયની શક્યતા

By

Published : Nov 20, 2022, 6:00 PM IST

સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)આજે સોમનાથ ખાતે વિધાનસભાની સામાન્ય ચૂંટણીને (Gujarat Assembly Elections 2022)લઈને ચૂંટણી સભામાં હાજરી આપવા માટે આવ્યા હતા. આ સમયે રાજ્યના મુખ્ય પ્રધાનની સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સભા સ્થળ પર હાજર હતા. વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ચૂંટણી સભાને સંબોધવા માટે ગયા હતા.

વડાપ્રધાન મોદી અને રૂપાણી વચ્ચે ગુફતેગુ, સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી રૂપાણી યુગના ઉદયની શક્યતા

વિચારોનું આદાન-પ્રદાન: આ સમય દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ ગંભીર મુદ્દાને લઈને સતત વિચારોનું આદાન-પ્રદાન થતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા (closeness seen between Modi and Rupani) હતા. આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને આ દ્રશ્ય વિજય રૂપાણી માટે કોઈ નવો માર્ગ ખોલી શકે છે. તેવી એક પણ શક્યતાને નકારી શકાય તેમ નથી.

સોમનાથ વિધાનસભા બેઠક: આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ ખાતે ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન મોદીની સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની સાથે સોમનાથ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ચાર બેઠકના ઉમેદવારો પણ જોવા મળ્યા હતા. ચૂંટણી સભાના મંડપ પરથી વિજય રૂપાણી માટે આશાસ્પદ કહી શકાય તેવા દ્રશ્યો કેમેરા માં કેદ થયા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ચૂંટણી સભાને સંબોધવા માટે ઊભા થયા ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડાપ્રધાનની થોડા વધારે નજીક ગયા અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વચ્ચે ગુફતેગુ નો એક સિલસિલો શરૂ થયો હતો.

ગંભીર મુદ્દાને લઈને ચર્ચા: જેમાં વડાપ્રધાન મોદી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેટલાક ગંભીર મુદ્દાને લઈને ચર્ચામાં વ્યસ્ત જોવા મળ્યા હતા જેની વચ્ચે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તાલાલાના પૂર્વ ધારાસભ્ય અને તાલાલા વિધાનસભાના ભાજપના વર્તમાન ઉમેદવાર ભગાભાઈ બારડ પણ સૂચક હાજરી પુરાવતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની નજદીકી એક નવા રાજકીય સમીકરણ તરફ આગળ વધતી હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું.

મોદીની સાથે રૂપાણીની જે નજદીકી જોવા મળી: જ્યાર થી વિજય રૂપાણીને મુખ્યપ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા છે. તે સમયથી લઈને રૂપાણી પક્ષના કાર્યક્રમમાં ખૂબ જ મર્યાદિત જોવા મળતા હતા. અગાઉ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પણ હાજરી આપી હતી પરંતુ આજે જે પ્રકારે વડાપ્રધાન મોદીની સાથે રૂપાણીની જે નજદીકી જોવા મળી છે. તે મુખ્યપ્રધાન પદેથી દૂર થયા બાદ આ પ્રકારના પ્રથમ દ્રશ્યો જાહેર મંચ પર સામે આવ્યા છે. જે ફરી એક વખત વડાપ્રધાન મોદી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વચ્ચે અંતર ઘટી રહ્યું છે તે સ્પષ્ટ દર્શાવી આપે છે.

સૌરાષ્ટ્ર રાજકારણ: વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સોમનાથ સભાને સંબોધતા રહ્યા તે સમય દરમિયાન વડાપ્રધાન મોદી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સતત કોઈ ગંભીર મુદ્દાને લઈને ચર્ચામાં વ્યસ્ત જોવા મળ્યા કેટલાક કિસ્સામાં મોદી અને રૂપાણી હળવા મૂડમાં હોય તે પ્રકારે હાસ્ય પણ વેરતા જોવા મળ્યા આ દ્રશ્ય ભાજપના રાજકારણ માટે આવનારા દિવસોમાં ખૂબ જ સૂચક માનવામાં આવે છે. જે સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત રૂપાણીનો દબદબો ઉભો કરવા સમાન મનાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details