ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં કોરોનાના 9 નવા કેસ, લોકોને વતન મોકલવાનો નિર્ણય બન્યો શાપ સમાન - Gujarat Corona Update

ગીર સોમનાથ જિલ્લો ગ્રીન ઝોન તરફ પ્રયાણ કરી રહ્યો હોતો તેવામાં જિલ્લામાં 9 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. જેનું કારણ રાજ્ય સરકાર દ્વારા લેવમાં આવેલો નિર્ણય છે. લોકોને પોતાના વતન મોકલવાનો જેથી જિલ્લાઓમાં સંક્રમણ વધી રહ્યું છે.

ગીર સોમનાથમાં 9 કોરોનાના કેસ, લોકોને વતન મોકલવાનો સરકારનો નિર્ણય બન્યો શાપ સમાન
ગીર સોમનાથમાં 9 કોરોનાના કેસ, લોકોને વતન મોકલવાનો સરકારનો નિર્ણય બન્યો શાપ સમાન

By

Published : May 9, 2020, 11:08 PM IST

ગીર સોમનાથઃ થોડા દિવસ પહેલાં ગ્રીન ઝોન તરફ પ્રયાણ કરી રહેલો ગીર સોમનાથ જિલ્લો અત્યારે 9 કોરોનાના પોઝિટિવ કેસ સંક્રમિત થયો છે. જેની પાછળનું કારણ છે. રાજ્ય સરકારનો લોકોને પોતાના વતન મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. જેથી સંક્રમણ વધારો થયો છે. દેશભરની અંદર કોરોનાના કેસ 60 હજાર સુધી પહોંચવાની તૈયારીમાં છે.

ગુજરાતની અંદર અમદાવાદ રેડઝોન અને હોટસ્પોટ બન્યું છે. આ સાથે જ સુરત, બરોડા અને રાજકોટ જેવા મહાનગરોમાં પણ કોરોનાનો ગ્રાફ ઊંચે જઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને આ જિલ્લાઓમાંથી પોતાના વતન જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આવું જ એક સમૂહ અમદાવાદથી ગીર સોમનાથ આવ્યું હતું. જેની અંદર એક યુવકને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો સાથે જ તેની સાથે આવેલા તમામ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ગીર સોમનાથમાં 9 કોરોનાના કેસ, લોકોને વતન મોકલવાનો સરકારનો નિર્ણય બન્યો શાપ સમાન

કમનસીબે દોઢ વર્ષની એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે, ત્યારે રાજ્ય સરકારના વિભાગ દ્વારા જ્યારે તેઓને વતન જવાની મંજૂરી આપવામાં આવી ત્યારે તેમનો કોઇ ટેસ્ટ કરાયો હતો કે કેમ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન જિલ્લાઓ માટે ભઈની તલવાર સમાન જણાઈ રહ્યો છે.

અમદાવાદથી અને સુરતથી કુલ 6 જેટલી બસ ગીર સોમનાથમાં લોકોને લઈને આવી છે, ત્યારે જિલ્લાની અંદર લોકોમાં ડરનો માહોલ છે. સરકાર એપીડેમીક એક્ટનો સહારો લઇ લોકોને પોતાની વાત સોશિયલ મીડિયા પર અભિવ્યક્ત કરતાં રોકી રહી છે.

બીજી તરફ લોકડાઉનને કારણે કોઈપણ પ્રકારનું આંદોલન કે ધારણા કે આવેદનપત્રનો કાર્યક્રમ યોજાવા નહીં દે તે સ્વાભાવિક છે, ત્યારે સરકાર અમદાવાદનો કોરોના ગ્રાફ કાબૂમાં લાવવા માટે લોકોને પોતાના વતન મોકલી રાજ્યવ્યાપી કરોનાના કહેરને નોતરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details