ગુજરાત

gujarat

ETV Bharat / state

જામવાળા રેન્જમાં રોડ નજીકથી દીપડાનો મૃતદેહ મળ્યો - gujarat news

ગીર સોમનાથમાં જામવાળા રેન્જના ભાખા બીટ વિસ્તારમાં રોડ પરથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાનું મોત કોઈ અજાણ્યા વાહન સાથે અડફેટના લીધે થયું હોવાનું બહાર આવતા વન વિભાગે તપાસ હાથ ધરી છે.

Bhakha bit area
Bhakha bit area

By

Published : Feb 6, 2021, 9:55 PM IST

  • જામવાળા રેન્જમાં રોડ નજીકથી દીપડાનો મૃતદેહ મળ્યો
  • રોડ ક્રોસ કરતી વખતે વાહનની અડફેટે આવી જતા દીપડો મોતને ભેટ્યો
  • વન વિભાગે દીપડાના મોત અંગે આપી માહિતી

ગીર સોમનાથ: જામવાળા રેન્જમાં ભાખા બીટ વિસ્તારમાં રોડ પરથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે વન અધિકારીઓના જણાવ્યા મુજબ ગીર પશ્ચિમ ડિવિઝન હેઠળના જામવાળા રેન્જમાં દીપડાનો મૃતદેહ મળ્યાનું સામે આવ્યું હતું. જેમાં રેન્જના ભાયાવદર રાઉન્ડના ભાખા બીટ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા 9થી 12 વર્ષની ઉંમરના એક દીપડાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી વન વિભાગને મળી આવતા સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

દીપડાને હડફેટે લેનારા વાહનની શોધખોળ

દીપડાનું મોત અજાણ્યા વાહનની ઠોકર લાગવાથી થયુ હોવાનું જણાયું હતું. જેના આધારે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details