ગુજરાત

gujarat

ETV Bharat / state

તાલાલાના મંડોરણા ગામેથી 4 દિવસ પહેલા કોહવાયેલો સિંહનો મૃતદેહ મળી આવ્યો - Gir rang kacheri

ગીર-સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકાના મંડોરણા ગીર ગામે કેસર કેરીના બગીચામાંથી મૃત્યુ પામેલ સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. ધારીના સરસિયા રેન્જના છતડિયા રેવન્યુ વિસ્તારના ખેતરમાંથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો.

સિંહનો મૃતદેહ મળી આવ્યો
સિંહનો મૃતદેહ મળી આવ્યો

By

Published : May 24, 2021, 12:03 PM IST

  • મંડોરણા ગામે કેસર કેરીના બગીચામાંથી મૃત્યુ પામેલા સિંહણ મળી આવી
  • મૃતદેહ બામણસા ગીર રેન્જ કચેરીએ લાવી અંતિમવિધી કરી
  • RFO અને સ્ટાફ દ્વારા મૃતદેહનુ નિરીક્ષણ કરાયું

ગીર-સોમનાથ :મંડોરણા ગામે કેસર કેરીના બગીચામાંથી મૃત્યુ પામેલા સિંહણ મળી આવતા બામણસા વનવિભાગની કચેરીના RFO દિપક અગ્રાવત સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા. મૃત્યુ પામેલ સિંહણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ શકે તેમ ન હોવાથી મૃતદેહ બામણસા ગીર રેન્જ કચેરીએ લાવી અંતિમવિધી કરી હતી.
સિંહણના દાંત ઉપરથી તેમની ઉંમર 12 વર્ષની હોવાનો અંદાજ વ્યકત કરવામા આવ્યો
મરનાર સિંહણના દાંત ઉપરથી તેમની ઉંમર 12 વર્ષની હોવાનો અંદાજ વ્યકત કરવામા આવ્યો તેવું RFOએ જણાવ્યું છે. સિંહણ વાવાઝોડાના પગલે કેસર કેરીના બગીચામાં મૃત્યુ પામેલા બગીચામાં તેમનો મૃતદેહ પાંદડા નીચે દબાઈ ગયો હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો : માધુપુર ગીરમાં બકરીને બચાવવા ગયેલા ખેત મજૂરનો સિંહે શિકાર કર્યો

દિપડાનું પોસ્ટમોર્ટમ જસાધારના દેવળા નર્સરી ખાતે કરવામા આવ્યુધારીના સરસિયા રેન્જના છતડીયા રેવન્યુ વિસ્તારમાં આવેલા મગનભાઈ કુંડેચાના ખેતરમાંથી 10થી 12 વર્ષના દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. RFO અને સ્ટાફ દ્વારા મૃતદેહનુ નિરીક્ષણ કર્યુ હતું. દિપડાનું પોસ્ટમોર્ટમ જસાધારના દેવળા નર્સરી ખાતે કરવામા આવ્યુ હતું. જેમાં તેનુ મોત કુદરતી રીતે થયાનુ બહાર આવ્ય હતું.

આ પણ વાંચો : વાવાઝોડાના કારણે ગીરના 18 સિંહ ગુમ થયાના સમાચારનું વનવિભાગે કર્યું ખંડન

સિંહણનું મોત તૌકતે વાવાઝોડાની ઝપટે ચડી જતાં થયું હોવાનું અનુમાન

મૃતક સિંહણનું પોસ્ટમોપર્ટમ કરવામાં આવ્યું નથી. જેને પગલે સિંહપ્રેમીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સિંહપ્રેમીઓનું અનુમાન છે કે, સિંહણનું મોત તૌકતે વાવાઝોડાની ઝપટે ચડી જતાં થયું છે. જોકે, હાલ વન વિભાગ દ્વારા સિંહણનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવાના લાયકના હોવાથી પોસ્ટમોર્ટમ કરાયું ના હોવાનું જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details