ગીર સોમનાથ : 1951 વૈશાખ સુદી પંચમી એટલે સોમનાથ મંદિરનો સ્થાપના દીવસ. આ સંયોગને આજે 70 વર્ષ પુર્ણ થયા છે. ત્યારે સોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત સ્થાપના દીવસ હોય ત્યારે મંદિરમાં ભાવિકોને પ્રવેશવા પર મનાઈ કરવામાં આવી હતી.
લોકડાઉન વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી સોમનાથ સ્થાપનાદિન ઉજવાયો
વૈશ્વિક મહામારી કોરોના અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે સોમનાથ મંદીરનો 70 મો સ્થાપના દીવસ ઊજવાયો હતો. જેમાં વિશેષ મહાપુજા ધ્વજારોહણ સાથે વિશ્વને સંકટમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ મંદિરમાં માત્ર પુજારી અને ટ્રસ્ટ મેનેજરની જ હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
લોકડાઉન
જેમાં ટ્રસ્ટ અને પુજારીઓ દ્રારા સોમનાથ મહાદેવને ખાસ પંચામૃત ગંગાજળથી અભિષેક કરી મહાપુજા સાથે ધ્વજા રોહણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે દીપ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મંદિર માં ઉપસ્થિત પુજારીઓ અને ટ્રસ્ટે વિશ્વને આ મહામારીમાંથી મુક્ત થવા સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.