ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળમાં સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો, 32 વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત - Geer Somnath

વેરાવળમાં સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 750 વિદ્યાર્થીઓને પદવી અને 32 વિદ્યાર્થીઓને ગોલ્‍ડ-સિલ્‍વર મેડલ એનાયત કરી સન્‍માનિત કરાયાં હતાં. પદવીદાન સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, કથાકાર રમેશભાઇ ઓઝા અને દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન.ગોપાલાસ્વામી સહિતના મહાનુભાવો વર્ચ્યુઅલી જોડાયાં હતાં.

વેરાવળમાં સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો, 32 વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત
વેરાવળમાં સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો, 32 વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત

By

Published : Mar 5, 2021, 9:19 PM IST

  • ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 13મો પદવીદાન સમારોહ સંપન્ન
  • કોરોના મહામારીને કારણે યોજાયો ઓનલાઈન પદવીદાન સમારોહ
  • 750 જેટલાં સ્નાતકોને અને પદકધારકોને અભિનંદન પાઠવાયાં

વેરાવળઃ ગુજરાતની એક માત્ર શ્રી સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ શુક્રવારે યુનિવર્સિટી પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો, જેમાં યુનિવર્સિટીના કુલાધિપતિશ્રીએ આપેલ સંકલ્પ મંત્રો અને પ્રતિજ્ઞાનું પાલન કરી વિદ્યાર્થીઓ કારકીર્દિમાં સફળતા મેળવે તેમ અંગુલિનિર્દેશ કર્યો. મેડલો મેળવનારા અને પદવી પ્રાપ્‍ત કરનારાં 750 વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યાં હતા.કોરોનાની ગાઇડલાઇન મુજબ મર્યાદીત વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સ્‍ટાફની હાજરીમાં પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં પ્રથમ યુનિવર્સિટીના કુલાધિપતિ સહિતના મહાનુભાવોએ યુનિવર્સિટીના પ્રકાશનોનું વિમોચન કર્યું હતુ. કુલપતિ મિશ્રએ પદવી મેળવનારા તમામ વિદ્યાર્થીઓ પાસે સંસ્કૃતમાં પ્રતિજ્ઞા લેવડાવી. હતી.

રાજ્યપાલ દેવવ્રત આચાર્ય જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય બહુ આયામી છે. આ સત્યને સમાજમાં પહોંચાડવાની અતિ આવશ્યકતા છે

આ પણ વાંચોઃ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્યપાલે 870 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી

પવિત્ર મનુષ્ય જીવનને સંપૂર્ણપણે સંસ્કૃતમય બનાવવા સૌને અપીલ

સમારોહને સંબોઘતાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય બહુ આયામી છે. આ સત્યને સમાજમાં પહોંચાડવાની અતિ આવશ્યકતા છે. સંસ્કૃત માત્ર ભાષા નથી પરંતુ જ્ઞાન ભંડારનો સ્ત્રોત છે. સંસ્કૃત આપણને આપણી સંસ્કૃતિના મૂળ સાથે જોડવાનું અભિન્ન કાર્ય કરે છે. अयं निज: परोवैति गणनां लघुचेतसाम्। उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ।। ભારતીય એકતાના મૂળ પણ આ ભાષામાં રહેલ છે. ભાષા વિજ્ઞાનની કસોટીમાં સંસ્કૃત ખરી ઉતરી છે. ભાષાની શ્રેષ્ઠતાના તમામ માપદંડોમાં અને કોમ્પ્યૂટરની ભાષામાં સંસ્કૃત પ્રમુખ ભાષા રહી છે.ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર કરવાની સાથે વેદ, જયોતિષ, વ્યાકરણ, દર્શન, સાહિત્ય આદિ વિષયોમાં ઉત્કૃષ્ઠ સંશોધન, પ્રકાશન અને અધ્યાપન બદલ યુનિવર્સિટીના કામકાજની નોંઘ લઇ સરાહના કરી હતી. કોરોના કાળમાં પણ યુનિવર્સિટીએ શૈક્ષણિક ક્ષેત્રમાં ઓનલાઈન માધ્યમથી જે પ્રગતિ કરી છે તેની નોંઘ લીઘી હતી. જયારે રમેશભાઈ ઓઝાએ ઉદબોઘનમાં જણાવ્યું કે, બહુ જન્મ પછી પ્રાપ્ત થયેલ આ પવિત્ર મનુષ્ય જીવનને સંપૂર્ણપણે સંસ્કૃતમય બનાવવા સૌને અપીલ કરી હતી. જ્ઞાનાર્થ પ્રવેશ અને સેવાર્થ નિકાસની સૌને પ્રેરણા આપી હતી. દેશના પૂર્વ ચીફ ઈલેક્શન કમિશનર એન.ગોપાલાસ્વામીીએ જણાવેલ કે, સારસ્વત ભાષણ થકી સૌને આશ્વાસિત કર્યાં છે. વેદ વાક્યો, વિવેક અને સેવાના માધ્યમથી સમાજ સેવા કરવી જોઇએ. દેવભાષા સંસ્કૃતને મનમાં ધારણ કરી માતૃભૂમિ અને દેવભાષા સંસ્કૃતનું ઋણ અદા કરવાની સૌ પદવીઘારકોને અપીલ કરી હતી.

આ પણ વાંચોઃગુજરાતની એક માત્ર સંસ્કૃત યુનિવર્સિટીમાં ઓનલાઇન યુવક મહોત્‍સવ યોજાયો

રાજ્યપાલે સ્નાતકોને અને પદકધારકોને બિરદાવ્યાં

વર્તમાન કોરોના મહામારીને પગલે આ વર્ષે ઓનલાઇન યોજાયેલ પદવીદાન સમારોહના અઘ્યક્ષ રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર કરવાના શ્રેષ્ઠ કાર્ય બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવતા વેદ, જયોતિષ, વ્યાકરણ, દર્શન, સાહિત્ય આદિ વિષયોમાં ઉત્કૃષ્ઠ સંશોધન, પ્રકાશન અને અધ્યાપન બદલ યુનિવર્સિટીને બિરદાવી હતી. સાથે 750 જેટલાં સ્નાતકોને અને પદકધારકોને અભિનંદન પાઠવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details