તમિલનાડુની ખૂબ જ પ્રસિદ્ધ તંજાવુર કલાનું પ્રદર્શન સોમનાથ: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાત અને તમિલનાડુની વિવિધ કલાઓ અને સંસ્કૃતિનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. જેમાં તમિલનાડુની ખૂબ જ પ્રસિદ્ધ તંજાવુર કલાનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. વર્ષ 1777માં સરાબોજી દ્વારા સૌ પ્રથમ વખત મરાઠા શાસનના રાજીવીઓના કહેવાથી તમિલનાડુના સ્થાનિક કલાકારો દ્વારા આ કલા પર કામ કરવાની શરૂઆત થઈ હતી.
1777માં શરૂ થયેલી તંજાવુર કલા માત્ર તમિલનાડુમાં જોવા મળે છે આ કલા: તંજાવુર કલામાં મુખ્યત્વે મેટલ એટલે કે તાંબુ, પિત્તળ અને ચાંદી જેવી ધાતુઓમાં કામ કરવાની શરૂઆત કરાઈ હતી. જે આજે પણ જળવાયેલી જોવા મળે છે આ કલાના કસબીઓ માત્ર તમિલનાડુ પંથકમાં જ જોવા મળે છે. જેને કારણે તંજાવુર આજે પણ બેનમુન બની રહી છે. સમયાંતરે કલાને લઈને ફેરફારો જોવા મળે છે.
આ પણ વાંચો:Saurashtra Tamil Sangamam : નકામા નાળિયેરમાંથી બનાવેલી સુશોભન વસ્તુઓ સ્વરોજગારીનું કેન્દ્ર બન્યું
મરાઠા શાસનમાં શરૂ થઈ હતી કલા:મરાઠા શાસન કાળના રાજવીઓ દ્વારા શરૂ કરાવવામાં આવેલી તંજાવુર પ્લેટ આર્ટ પર પ્રથમ દેવતાઓને જ કોતરવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. આ કલા ખૂબ જ પૌરાણિક હોવાને કારણે પણ તેને ભૌગોલિક વારસા નીચે વર્ષ 1999માં સુરક્ષિત પણ કરાઈ છે. હવે તંજાવુર આર્ટમાં દેવી દેવતાઓની સાથે અન્ય ચિત્રોને પણ ખૂબ જ કુનેહપૂર્વક ઉપસાવવામાં આવે છે.
તાંબુ, પિત્તળ અને ચાંદી જેવી ધાતુઓમાં કામ કરવાની શરૂઆત આ પણ વાંચો:Saurashtra Tamil Sangamam : 3600 સ્ક્રુથી આબેહૂબ મોદીનો ચહેરો ઉપસાવ્યો, સંગમ કાર્યક્રમમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર
દ્વારકા અને સોમનાથનો પણ સમાવેશ: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સામેલ થવા આવેલા કલાના કસબી ટી કે દેવલે આગામી દિવસોમાં તંજાવુર કલા અંતર્ગત સોમનાથ અને દ્વારકાના ધાર્મિક સ્થાનોને પણ સમાવવાની જાહેરાત કરી છે. અગાઉ ક્યારેય પણ તંજાવુર આર્ટસમાં સોમનાથ અને દ્વારકાના ચિત્રો ઉપસાવવામાં આવ્યા નથી. એટલે વર્ષ 1777માં શરૂ થયેલી આ કલામાં હવે ગુજરાતના સોમનાથ અને દ્વારકાના ધાર્મિક સ્થાનો પણ જોવા મળશે.