- 11 June થી ભક્તો કરી શકશે સોમનાથ મહાદેવના દર્શન
- સોમનાથ મંદિર( Somnath Temple )માં ભાવિકો દર્શન કરી શકે તે માટે કોરોના ગાઇડલાઇન મુજબ તૈયારીઓ હાથ ધરાઇ
- સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે કરી શકાશે દર્શન
ગીર સોમનાથ : કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ સર્તકતાના ભાગરૂપે સોમનાથ મહાદેવ મંદિર ( Somnath Mahadev Temple ) 11 એપ્રિલ, 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતું. જે બાદ હવે સોમનાથ મંદિરમાં ભક્તો 11 June થી દર્શન કરી શકશે. આમ કોરોનાની બીજી લહેર બાદ 61 દિવસે ફરી મંદિર ખૂલશે. આ અગાઉ પ્રથમ લોકડાઉન વખતે 23, માર્ચ 2020થી 8 જૂન 2020 દરમિયાન 89 દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું.
કોરોના ગાઇડલાઇનની અમલવારી માટે વિશેષ તૈયારીઓ હાથ ધરાઇ
11 June થી સોમનાથ મહાદેવ મંદિર ( Somnath Temple )ના દ્વાર દર્શનાર્થીઓ માટે ખૂલવા જઈ રહ્યા છે, ત્યારેસોમનાથ મંદિર ટ્રસ્ટ ( Somnath Mahadev Temple Trust ) દ્વારા પણ કોરોના ગાઇડલાઇનની અમલવારી માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જે અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટ ( Somnath Mahadev Temple Trust )ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દર્શનાર્થીઓ દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપાલન થાય તે માટે સોમનાથ મંદિર ( Somnath Temple )ની એન્ટ્રીથી લઈને પરિસર સુધી ગોળ રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોના ગાઇડલાઇન મુજબ દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરીને જ આવવાનું રહેશે. સોમનાથ મંદિરમાં અને આખા સંકૂલમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે, ટેમ્પરેચર ચેક કરાવી, હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ કરવાનો રહેશે. પરિસરમાં સામાજિક અંતર માટે જે ગોળ રાઉન્ડ બનાવ્યા છે, તેમાં જ ઉભા રહીને લાઈનમાં જવાનું રહેશે. મંદિરમાં પણ રેલિંગ કે કોઈપણ જગ્યાએ અડવું નહીં, મંદિરમાં દંડવત પ્રણામ ન કરવા, માત્ર દર્શન કરીને જ તુરંત બહારના ગેટથી બહાર નીકળી જવાનું રહેશે.