- દિપડાના મોતમાં ભેદભાવ અને ખામીયુકત તપાસ કરતા આરોપી નિર્દોષ છુટી જતા કોર્ટના આકરા વલણથી વનવિભાગમાં ખળભળાટ
- ગીર પશ્ચિમી વિભાગને હુકમ કરી 30 દિવસમાં કોર્ટને જાણ કરવા જણાવ્યું છે
- હુકમને પગલે વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે
ગીર-સોમનાથઃ ગીર જંગલની જામવાળા રેન્જ વિસ્તારમાં એક અકસ્માતમાં દિપડાનું મૃત્યુ થયું હતુ. જે ફરિયાદની તપાસ જામવાળા ગીરના આર.એફ.ઓ.એ ખામીયુકત અને ભેદભાવ ભરી તપાસ કરી હોવાનું કોર્ટે સંજ્ઞાન લઇ તેમના વિરૂદ્ધ ખાતાકીય પગલા ભરવા ડીસીએફ - ગીર પશ્ચિમી વિભાગને હુકમ કરી 30 દિવસમાં કોર્ટને જાણ કરવા જણાવ્યું છે. જયારે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ હુકમને પગલે વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચોઃસાસણ ગીર વન વિભાગે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરી
કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ ચુકાદો આવે ત્યાં સુધી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં હતો
આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર, ત્રણ મહિના પહેલા 5-2-2021ના રોજ આરોપી કુશ શૈલેષભાઈ સુરેજા પોતાની મોટરકાર G-03-E-9643 જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં વનવિભાગની ચેકપોસ્ટ તથા મેઈન રોડના સાઈન બોર્ડની સુચના નજર અંદાજ કરી પુરઝડપે પોતાની ઈનોવા મોટરકારમાં જઇ રહ્યા હતા. રસ્તામાં દિપડાને ટક્કર મારી મોત નીપજાવ્યું હતુ. જે અકસ્માત અંગે જામવાળા ગીરના આર.એફ.ઓ. નરેશભાઈ મંગળદાસ પટેલે ફરિયાદ નોંધાવી આરોપી કુશને અટક કરી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ ચુકાદો આવે ત્યાં સુધી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં હતો.