- આજે શ્રાવણ મહિનાનો ચોથા સોમવારે શિવભક્તો બની રહ્યા છે શિવમય
- મહાદેવના પ્રત્યક્ષ દર્શનની સાથે સોમનાથના અવકાશી દર્શન પર જોવા મળ્યો ઔલોકિક નજારો
- શ્રાવણ માસમાં મહાદેવના દર્શન માટે શિવભક્તો જોવા મળે છે તલપાપડ
ગીર સોમનાથ- દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ માસનો આજે ચોથો સોમવાર છે, ત્યારે મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના ચરણમાં શીશ ઝૂકાવવા માટે આવી રહ્યા છે. મહાદેવના પ્રત્યક્ષ દર્શન કરવાનું ખૂબ જ પુણ્ય મળતુ હોય છે, ત્યારે આજે ETV Bharatના દર્શકો માટે સોમનાથ મહાદેવના અવકાશી દર્શનનો ઔલોકીક નજારા થકી શિવભક્તોને સોમનાથ મહાદેવના અવકાશી દર્શન પણ કરાવી રહ્યા છે. શ્રાવણમાસમાં શિવભકતો મહાદેવના દર્શન કરવા માટે તલપાપડ હોય છે. દેશ અને દુનિયામાંથી આવેલા શિવભક્તો ભોળાનાથના પ્રત્યક્ષ દર્શન કરીને જાતને ધન્ય કરી રહ્યા છે.
આ પણ વાંચો- મોટી સંખ્યામાં શિવભક્તો બર્ફાની બાબાના દર્શન માટે ડુંગરેશ્વેર મહાદેવ પહોંચ્યા