ગીર સોમનાથઃ વૈશ્વિક મહામારી કોરોનાને અટકાવવા જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન અનેક પરિવારો કફોળી પરિસ્થિતિમાં મુકાયા છે. રોજનું કમાઈ અને ખાવા વાળા લોકો બેરોજગાર બન્યા છે. એવોજ એક પરિવાર છે ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાજડી ગામે. આ પરિવારમાં અસામાન્ય સ્થૂળતાની અનુવાંશિક બીમારી સાથે જન્મેલા 3 બાળકો છે. જેઓનો વજન ખુબજ અસામાન્ય જોવા મળે છે. ત્યારે મજૂરી કરીને એમનું ગુજરાન પૂરું પાડતા પિતા લોકડાઉનને કારણે બેરોજગાર બન્યા છે.
ઈટીવી ભારતના એહવાલને પગલે સુમો બેબીસના પરિવારની વહારે આવી સ્વૈચ્છીક સંસ્થાઓ
ઇટીવી ભારત ફરી એકવાર જરૂરિયાત અને જરૂરિયાતમંદ વચ્ચેનો સેતુ બન્યું છે. ઇટીવી ભારત દ્વારા ગીર સોમનાથના ઉના તાલુકાના વાજડી ગામના 3 સુમો બેબીના પરિવારની લોકડાઉનને કારણે દયનિય પરિસ્થિતિને લોકો અને સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. જેના પગલે સરકારી તંત્ર અને અનેક સ્વૈચ્છિક સંગઠનો આ પરિવારની મદદે આવ્યા હતા. ત્યારે ન માત્ર સમાચાર પરંતુ લોકડાઉનમાં સમાજના છેવાળાના લોકોને મુખ્ય ધારામાં જોડતું માધ્યમ બનીને ઇટીવી ફરી એકવખત ઉભરી આવ્યું છે.
સુમો બેબીસના પરિવારની વહારે આવી સ્વૈચ્છીક સંસ્થાઓ
ઇટીવી ભારત આ નાના બાળકોના મુખ ઉપરના સ્મિતને જ પોતાનો આત્મસંતોષ માને છે. અને સમાજના છેવાળાના માનવીની સમસ્યા પર પ્રકાશ પાડવા અને તેનું નિરાકરણ શોધવામાં એમની મદદ કરવા માટે કટિબદ્ધ છે.