સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાજ્યપાલ દેવવ્રતના હસ્તે પદવી અપાશે
ગીરસોમનાથના મુખ્યમથક વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 700 જેટલા વિદ્યાર્થીઓને 18 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવી એનાયત કરવામાં આવશે. સાથે જ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાં પણ હાજર રહેશે. આ તકે 13 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે બનેલ ભવનોનો પણ શિલાન્યાસ કરવામાં આવશે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
ગીરસોમનાથઃ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી રાજ્યમાં સંસ્કૃતનો પ્રચાર પ્રસાર અને સંવર્ધનનું કાર્ય કરે છે. ત્યારે તેમાં શાસ્ત્રી, આચાર્ય જેવા વિવિધ પદવીઓના અભ્યાસક્રમ ચાલે છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 700 જેટલા વિદ્યાર્થીઓને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા 18 ફેબ્રુઆરીએ પદવી એનાયત કરવામાં આવશે. જેની તૈયારીઓ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી છે.