ગુજરાત

gujarat

ETV Bharat / state

STSangamam Concludes : પદ્મશ્રી હીરબાઈ લોબીએ પીએમ મોદી સમક્ષ રાખી તમિલ સૌરાષ્ટ્ર સંગમની વાત

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમની વિધિવત પૂર્ણાહૂતિ પીએમ નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે થયું છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા હીરબાઈ લોબીએ વધુ એક સંગમ કાર્યક્રમની માંગ કરી છે. તેમણે તમિલ સૌરાષ્ટ્ર સંગમમ કાર્યક્રમ રામેશ્વરમાં થાય તેવી માગણી વડાપ્રધાન મોદી સમક્ષ કરી છે.

STSangamam Concludes : પદ્મશ્રી હીરબાઈ લોબીએ પીએમ મોદી સમક્ષ રાખી તમિલ સૌરાષ્ટ્ર સંગમની વાત
STSangamam Concludes : પદ્મશ્રી હીરબાઈ લોબીએ પીએમ મોદી સમક્ષ રાખી તમિલ સૌરાષ્ટ્ર સંગમની વાત

By

Published : Apr 26, 2023, 5:48 PM IST

તમિલ સૌરાષ્ટ્ર સંગમમ કાર્યક્રમ રામેશ્વરમાં કરાવવાની માગણી

સોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની વચ્ચે સમાપન થયું છે. જેમાં તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ વિજેતા જાહેર કરાયેલા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાંબુર ગામના પદ્મશ્રી હીરબાઈ લોબીએ વડાપ્રધાન મોદી સમક્ષ તમિલ સૌરાષ્ટ્ર સંગમ કાર્યક્રમનું આયોજન થાય તેવી માંગ કરી છે.

વિધિવત રીતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ થયો પૂર્ણ : પાછલા દસ દિવસથી સોમનાથને આંગણે અને સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલી રહેલો સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ આજે વિધિવત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની વચ્ચે સમાપન થયું છે. જેમા ખાસ હાજરી આપવા માટે આવેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા હીરબાઈ લોબીએ વડાપ્રધાન મોદી સમક્ષ વધુ એક સંગમ કાર્યક્રમની માંગ કરી છે. જે રીતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન સોમનાથ ખાતે થયું છે, તેવી જ રીતે તમિલ સૌરાષ્ટ્ર સંગમમ કાર્યક્રમનું આયોજન રામેશ્વર ખાતે થાય તેવી પદ્મશ્રી હીરબાઈ લોબીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ માંગ કરી છે.

આ પણ વાંચો ST Sangamam : સંગમ કાર્યક્રમની યાદમાં આવનારી પેઢી માટે 113 સંસ્કૃત શ્લોક બુકનું વિમોચન

તમિલનાડુના ખેલાડીઓને કરાયા સન્માનિત : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ધાર્મિક સાંસ્કૃતિક અને પારિવારિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આયોજિત થયો હતો જેમાં મૂળ સૌરાષ્ટ્રના પરંતુ તમિલનાડુમાં વસેલા ખેલાડીઓ માટે પણ વિશેષ રમત સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં વડોદરા ભાવનગર જૂનાગઢ અને સોમનાથ ખાતે વિવિધ કેટેગીરીમાં સ્પર્ધાનુ આયોજન કરાયું હતું. જેમાં વિજેતા બનેલી તમિલનાડુની ટીમના ખેલાડીઓને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને તેમને સન્માનિત કરાયા હતા.

આ પણ વાંચો Thanjavur Art: 1777માં શરૂ થયેલી તંજાવુર કલામાં હવે સોમનાથ અને દ્વારકાનો સમાવેશ

મહેમાનગતિ ખૂબ જ યાદગાર : વિજેતા ટીમના કેપ્ટન વી રાજુએ ઈટીવી ભારત સમક્ષ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની મહેમાનગતિ ખૂબ જ યાદગાર રહેશે જે રીતે અમારું દસ દિવસ સુધી સન્માન કરાયું તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી અને જે કાર્યક્રમનું આજે સમાપન થયું છે તેવા કાર્યક્રમોનું આગામી દિવસોમાં ભારતના અન્ય રાજ્યોમાં પણ ક્રમબદ્ધ રીતે આયોજન થાય તો ભારતના અલગ અલગ રાજ્યો સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે સમન્વય શાધી શકે જેના માટે તેમણે નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details