- સોમવારથી ગીર સોમનાથમાં ટેકાના ભાવે મગફળીની ખદીરી શરૂ
- ખરીદી સેન્ટર પર વીડિયોગ્રાફી અને CCTV કેમેરાની વ્યવસ્થા
- 90 દિવસ સુધી થશે ખરીદી
ગીર સોમનાથઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2020 ખરીફ સિઝનમાં 26 ઓક્ટોબરથી 90 દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલે રૂપિયા 5275 અને પ્રતિ મણના રૂપિયા 1055 ટેકાના ભાવેથી મગફળીની રાજ્યભરમાં ખરીદી કરવામાં આવશે.
જિલ્લામાં કુલ 9 ખરીદ સેન્ટર
વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડખાતે 2 ખરીદ સેન્ટર, તાલાળા માર્કેટિંગ યાર્ડ ખાતે 1 ખરીદ સેન્ટર, સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ ખાતે 1 ખરીદ સેન્ટર, કોડીનાર તાલુકાના બિલેશ્વપ સુગર ફેક્ટરી ખાતે 2 ખરીદ સેન્ટર, ઉના APMC સેન્ટર ખાતે 1 ખરીદ સેન્ટર અને ગીર ગઢડા તાલુકાના 1 ખરીદ સેન્ટર સહિત જિલ્લામાં કુલ 9 ખરીદ સેન્ટર ખાતેથી મગફળીની ખરીદી કરવામાં આવશે. દરેક મગફળી ખરીદી સેન્ટર પર વહીવટીતંત્ર દ્વારા વીડિયોગ્રાફી અને CCTV કેમેરાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.