અગાઉ 26/11ના હુમલામાં આતંકીઓએ અરબી સમુદ્રનો ઉપયોગ કર્યો હતો. હાલમાં આતંકી એલર્ટ વચ્ચે સુરક્ષા સઘન કરવામાં આવી છે, ત્યારે ગીરસોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને મોટું માછીમારી બંદર હોવાથી બોટની અવરજવર ઉપર સુરક્ષા તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે. ETV BHARATની ટીમે સુરક્ષા તંત્ર સાથે દરિયાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અરબી સમુદ્રમાં હાઈ એલર્ટ વચ્ચે સઘન સુરક્ષા ઉપર ખાસ અહેવાલ - Intensive Security
ગીરસોમનાથઃ કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે, ત્યારે isi આતંકી સંગઠનો દ્વારા અરબી સમુદ્ર માર્ગે આતંકી મોકલે તેવી શક્યતા નકારી શકાય નહીં, જે કારણે દેશભરમાં સુરક્ષા તંત્ર સજ્જ છે. જેનો વિશેષ અહેવાલ ETV BHARAT આપ વાંચકો માટે લઈ આવ્યું છે.
પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આતંકવાદને પોષતા પાકિસ્તાનને વિશ્વના કોઇ પણ દેશે સહકાર આપવાની ના પાડી દીધી છે. પાકિસ્તાન પોતાની જૂની અને જાણીતી પદ્ધતિ એટલે કે આતંકવાદનો ઉપયોગ કરી ભારતને છંછેડવાનો પ્રયાસ કરી શકે છે, ત્યારે 26/11ના આતંકી હુમલાની અંદર જે અરબી સમુદ્રનો ઉપયોગ થયો હતો, તે જ અરબી સમુદ્રને ફરીથી આતંકી હુમલા માટે ઉપયોગ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ એલર્ટની વચ્ચે મરીન સિકયુરિટી સઘન બની છે.
ETV BHARATની ટીમ પોલીસ સુરક્ષા તંત્રના જાંબાઝ જવાનો સાથે દરિયો ખેડીને સુરક્ષાકર્મીઓના કર્મયજ્ઞનો ખાસ અહેવાલ લઇ આવ્યું છે. ગીર સોમનાથની વિવિધ બ્રાંચ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ ખડેપગે સુરક્ષામાં લાગી ગયું છે, ત્યારે શંકાસ્પદ બોટને ચકાસવા માટે બોટની પરમિટ છે કે નહીં તે તપાસવામાં આવી રહ્યું છે. જો કોઈપણ શંકા જાય તો છે તે બોટને કાંઠા ઉપર લઇ આવી અને ઊંડાણ પૂર્વક પૂછપરછ કર્યા બાદ ખાતરી કરીને જ મુક્ત કરવામાં આવે છે.