ગીર સોમનાથ : આગામી 21 તારીખે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થનાર હોય જેના કારણે સોમનાથ મંદિર અને સોમનાથ ટ્રસ્ટ હેઠળના તમામ દેવાલયોમાં 20 તારીખની રાત્રીના 10:12 મિનિટથી 21 તારીખની બપોરના 01:23 કલાક સુધી તમામ પૂજા, આરતી કાર્યો બંધ રહેશે. જેના કારણે 21 તારીખે સોમનાથ મંદિરના દર્શનનો નિયત સમય બદલીને સવારના 6થી બપોરના 1 અને બપોરે 2.30થી લઈને 6.30 કલાક સુધી કરવામાં આવ્યો છે.
જાણો 21 તારીખે થનારા કંકણાકૃતિ સૂર્યગ્રહણના કારણે સોમનાથ મંદિરનો વિશેષ કાર્યક્રમ
આગામી 21 જૂનના રોજ કંકાણાકૃતી સુર્યગ્રહણ સોમનાથ તીર્થને સ્પર્શ કરતું હોવાથી ગ્રહણ નિમિત્તે સોમનાથ મંદીરમાં 21 તારીખના રોજ પ્રાતહ અને મધ્યાન્હ મહાપૂજા આરતી બંધ રાખવામાં આવશે, ત્યારબાદ મહાદેવની સંધ્યા આરતી રાબેતા મુજબ થશે.
કંકણાકૃતિ સૂર્યગ્રહણ ઉપર સોમનાથ મંદિરનો વિશેષ કાર્યક્રમ
આ સમય દરમિયાન મહાદેવને કોઈપણ પ્રકારની પૂજા કે સામગ્રી નહિ ધરી શકાય, પરંતુ લોકો દર્શન નિર્વિઘ્ને કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.