ગીર-સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સોમનાથ મહાદેવના મંદિરે વિશેષ પૂજા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ મહાદેવને આજે વિશેષ શૃંગાર પણ કરવામાં આવશે. સોમનાથ મંદિરે આજે વડાપ્રધાનના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુ માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામૃત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ તેમજ મહાપૂજન કરવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સોમનાથ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન - Somnath Mahadev Temple
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સોમનાથ મહાદેવના મંદિરે વિશેષ પૂજા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ મહાદેવને આજે વિશેષ શૃંગાર પણ કરવામાં આવશે.
સોમનાથમાં વડાપ્રધાનના જન્મદિવસે વિશેષ પૂજાનું આયોજન
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તેમજ સર્વે ટ્રસ્ટીઓ અને સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજે ગુરૂવારે વડાપ્રધાનના જન્મદિવસે સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજ્વલિત કરવાનું પણ આયોજન કરાયું છે. આ સાથે ભાજપના કાર્યકરો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિને સોમનાથ મંદિરે માર્કંન્ડેય પૂજા પણ કરવામાં આવી હતી.