ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે નિરાશ્રીતોને ભોજન - કોરોનાવાઈરસ ન્યૂજ

સોમનાથ ટ્રસ્ટ અને ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રના સંયુક્ત સહયોગથી સોમનાથમાં ગરીબ લોકોને બે ટાઈમ વીના મુલ્યે ગરમા ગરમ ભોજન પીરસવામાં આવે છે. સોમનાથ તીર્થમાં કોઈ ભૂખ્યું ના રહે તેની કાળજી લેવાઈ રહી છે.

Gir somnath
Gir somnath

By

Published : Apr 2, 2020, 5:30 PM IST

ગીર સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટ અને ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રના સયુક્ત સહયોગથી સોમનાથમાં ગરીબ લોકોને બે ટાઈમ વીના મુલ્યે ગરમા ગરમ ભોજન પીરસવામાં આવે છે. સોમનાથ તીર્થમાં કોઈ ભુખ્યું ના રહે તેની કાળજી લેવાઈ રહી છે.

સોમનાથ ટ્રસ્ટ તેમજ ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રના સહયોગથી સોમનાથ પાટણમાં ઘર વીહોણાં લોકો સાધુ સંતો અને માર્ગ પર જ રહેતા જરૂરીયાત મંદોને બે ટાઈમ જે તે સ્થળે જઈ ગરમા ગરમ ભોજન પીરસવાનું શરૂ કરાયું છે. સોમનાથમાં રાજ્ય ભરમાં છેલ્લું રેલવે સ્ટેશન હોવાથી અને તીર્થધામ હોવાથી અનેક લોકો રસ્તાઓ અને ફુટપાથો પર જ દીવસ રાત વીતાવતાં જોવા મળે છે.

લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાવાય છે નિરાશ્રીતોને ભોજન

ત્યારે સોમનાથમાં લોકડાઉનની આ સ્થિતિમાં ટ્રસ્ટ અને ડોંગરેજી મહારાજ ટ્રસ્ટ બન્ને દ્રારા આવા જરૂરીયાત મંદોને મદદ કરવામાં આવી રહી છે. આ સાથે જ સોશિયલ ડીસ્ટન્સ જળવાય રહે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details