ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ ટ્રસ્ટના અત્યાર સુધીના 7 પ્રમુખનો કાર્યકાળ - સોમનાથ મંદિર પ્રમુથ

આજે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ તથા લાલ કૃષ્ણ અડવાણી સહિત તમામ આઠ ટ્રસ્ટીઓ વર્ચ્યુઅલ મીડિયાના માધ્યમથી આ બેઠકમાં સામેલ થશે. મુખ્ય એજન્ડા તરીકે શ્રી સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી અને અહીં આવતા પ્રવાસીઓને સુવિધાઓ મળે છે તેમાં કેટલો વધારો કરી શકાય તેને લઈને આજની બેઠકમાં મનોમંથન કરવામાં આવશે. પરંતુ આજની આ બેઠક સોમનાથ ટ્રસ્ટના પ્રમુખની વરણીને લઈને થવા જઈ રહી છે, ત્યારે આ બેઠકનું મહત્વ ખૂબ વધી જાય છે.

sa
sa

By

Published : Jan 13, 2021, 10:08 AM IST

Updated : Jan 13, 2021, 11:01 AM IST

  • આજે સોમનાથ ટ્રસ્ટની બેઠકનું આયોજન
  • આ બેઠકમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ વર્ચુઅલ હાજરી આપશે
  • સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકાસના કામોને મંજૂરીની મહોર લાગે તેવી પ્રબળ શક્યતા


    ગીર સોમનાથઃ આજે સાંજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી પણ વર્ચુઅલ રીતે સામેલ થશે. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના વિકાસના કામો પર મંજૂરીની મહોર મારવામાં આવે તેવી શક્યતાઓ છે. પરંતુ આ બેઠકનુ વધુ એક આગવું મહત્વ પણ છે સોમનાથ ટ્રસ્ટના આઠમાં પ્રમુખ તરીકે કોઈ વ્યક્તિની સર્વાનુમતે વરણી થવાની શક્યતાઓ છે. બે મહિના અગાઉ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ પદ ખાલી છે. ત્યારે આજની બેઠકના સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખને લઈને કોઈ અંતિમ મંજૂરીની મહોર મારવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
    આજે વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક


    સોમનાથ ટ્રસ્ટના અત્યાર સુધીના 7 પ્રમુખનો કાર્યકાળ

    સોમનાથ ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ તરીકે જામસાહેબ દિલીપ સિંહજી વર્ષ 1950 થી લઈને 1966 સુધી સળંગ 16 વર્ષ પ્રમુખ પદે રહ્યા હતાં. ત્યાર બાદ સાહિત્યકાર કનૈયાલાલ મુનશી પણ એક વર્ષ સુધી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ બન્યા હતાં. 1967 થી પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈ આ પદ પર 1995 સુધી રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના સૌથી લાંબા સમય સુધી પ્રમુખ પદે રહેવાનો એટલે કે મોરારજી દેસાઈ 28 વર્ષ સુધી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ પદે રહ્યા હતા, જે આજે પણ એક રેકોર્ડ છે. ત્યારબાદ હરિવલ્લભદાસ 1995 થી લઈને 2001 સુધી સોમનાથ ટ્રસ્ટને પ્રમુખ પદ શોભાવી ચૂક્યા છે. 2001થી 2002 ના સમયગાળા દરમિયાન દિનેશ શાહ પણ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ બે વર્ષ સુધી પ્રશ્નવદન મહેતા ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે જવાબદારીઓ નિભાવી હતી. 2004 થી 2020 સુધી પૂર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટનું મોભાદાર પ્રમુખ પદ શોભાવ્યું હતું. કેશુભાઈ પટેલના નિધન બાદ આ પદ ખાલી છે. તેથી આજે યોજાયેલી આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ અને આઠમાં પ્રમુખની વરણી થવાની પુરી સંભાવના છે.
Last Updated : Jan 13, 2021, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details