સોમનાથ: સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉનના કારણે દરેક દેવસ્થાનો બંધ કરી દેવાયા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટે દર્શન ફ્રોમ હોમનો વિચાર અમલમાં મૂક્યો છે. સોમનાથ ટ્રસ્ટ સોશિયલ મીડિયામાં વધુ સક્રિય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપરથી લાખો શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ઉપરાંત ભાલકા તીર્થ, ભીડભંજન ગણપતિ, ગીતા મંદિર, ગૌલોક ધામના રોજના દર્શન કરી શકશે.
લોકડાઉન દરમિયાન સોમનાથ ટ્રસ્ટ કરાવી રહ્યું છે ‘દર્શન’ ફ્રોમ હોમ, લાખો શ્રદ્ધાળુઓ કરે છે મહાદેવના દર્શન
સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉનના કારણે દરેક દેવસ્થાનો બંધ કરી દેવાયા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટે દર્શન ફ્રોમ હોમનો વિચાર અમલમાં મૂક્યો છે અને સોમનાથ ટ્રસ્ટ સોશિયલ મીડિયામાં વધુ સક્રિય છે. જેના કારણે સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપરથી લાખો શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ઉપરાંત ભાલકા તીર્થ, ભીડભંજન ગણપતિ, ગીતા મંદિર, ગોલોક ધામના રોજના દર્શન કરી શકે છે.
આ કામ માટે મંદિરોમાં ફરજ પર રહેતા પૂજારી ગણ, સિકરયુરિટી ગાર્ડ દ્વારા ફોટો ક્લિક કરાવી અને એકત્રીત કરવામાં આવે છે. તેને યોગ્ય રીતે એડિટ કરી ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર મૂકવામાં આવે છે. ઉપરાંત ટ્રસ્ટમાં તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ મૂકવામાં આવે છે.અને સોમનાથ મહાદેવની સવાર અને સાંજની આરતી લાઈવ પણ કરવામાં આવે છે. જે આરતી મુખ્ય રૂપથી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર લોકો જોઈ શકે છે. એમ સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા અધિકારી ધ્રુવ જોષીએ જણાવ્યું હતું.
સામાન્ય દિવસોમાં 2 થી 3 લાખ લોકો આ સોશ્યલ મીડિયાનો લાભ લઇ મહાદેવના દર્શન કરતા જે સંખ્યા લોકડાઉન દરમિયાન અંદાજે 8 લાખને પાર પહોંચી છે.