ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ મંદિર આજથી ભક્તો માટે સવારના 6થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે - devotees

રાજ્યમાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજથી (17 જુલાઈ ) દિવસમાં 3 વાર આરતી થશે. દર્શન માટે આવતા ભક્તો માટે મંદિર સવારના 6થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

mandir
સોમનાથ મંદિર આજથી ભક્તો માટે સવારના 6થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

By

Published : Jul 17, 2021, 7:05 AM IST

  • સોમનાથના મંદિરનો દર્શનનો સમય વધારવામાં આવ્યો
  • આજથી મંદિરમાં થશે 3 આરતી
  • કોરોના નિયમોનું પાલન કરવું ફરજીયાત

ગીર-સોમનાથ : કોરોનાની બીજી લહેર બાદ ધીરે ધીરે ધાર્મિક સ્થળો ખૂલી રહ્યા છે.. રાજ્યમાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ભક્તો માટે બીજી લહેર બાદ ખુલ્લુ કરવામાં આવ્યું છે, જેના સમયમાં આજથી વધારો કરવામાં આવ્યો છે. આજથી મંદિરમાં 3 વાર ભોળામહાદેવની આરતીનો લાભ ભક્તો લઈ શકશે.

સવારના 6 થી રાતના 10 દર્શનનો લાભ

આજથી(17 જુલાઈ) થી મંદિરનો સમય વધારવામાં આવ્યો છે. ભક્તો મહાદેવના દર્શન સવારના 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી કરી શકશે. આ અંગેની જાહેરાત મંદિર ટ્રસ્ટ દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી. મંદિરમાં આવાતા તમામ ભક્તોએ કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત છે.

સોમનાથ મંદિર આજથી ભક્તો માટે સવારના 6થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

આ પણ વાંચો :Somnath મંદિરે ટૂંક સમયમાં ભાવિકો સ્વહસ્તે જ કરી શકશે ધ્વજારોહણ

મંદિરમાં પ્રવેશમ માટે પાસ મેળવવો ફરજીયાત

મંદિરમાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓએ ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ મેળવવા ફરજીયાત છે જે બાદ જ ભક્તો પ્રવેશ મેળવી શકશે. ઓફલાઇન પાસ ભાવિકોને મંદિર પરીસરમાં ગેઇટ પાસેથી જ મળી રહેશે. મંદિર દ્વારા ઉભી કરવામાં આવેલી સુરક્ષા હેઠળ ભક્તોએ દર્શન કરવાના રહેશે. સોમનાથ ટ્રસ્‍ટનો આ નિર્ણય ટ્રસ્‍ટ હેઠળ આવતા મંદિરો જેવા કે સોમનાથ મંદિર ઉપરાંત અહલ્યાબાઇ મંદિર, ભાલકા મંદિર, શ્રી રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરને લાગુ પડશે.

આ પણ વાંચો : સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ

ABOUT THE AUTHOR

...view details