- સોમનાથના પ્રભાસ પાટણમાંથી SOGએ સાતેક વર્ષથી ક્લીનીક ચલાવતો બોગસ ડૉકટર ઝડપી પાડયો
- રૂપિયા 10,000ની અનેક જાતની એલોપેથી સહિતની દવાઓ પોલીસે જપ્ત કરી
- દરોડામાં કોઇપણ જાતની ડીગ્રી કે સર્ટીફીકેટ વગર સાત વર્ષથી કલીનીક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો
વેરાવળ: પ્રભાસ પાટણ વિસ્તારમાં દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને SOG બ્રાંચના સ્ટાફએ મેડિકલ ઓફિસરને સાથે રાખી દરોડો પાડી ઝડપી લીઘો હતો. બોગસ ડૉકટર કોઇપણ જાતની માન્ય પ્રાપ્ત ડિગ્રી કે સર્ટી વગર દવાખાનું ચલાવતો હતો. વઘુમાં પોલીસે દરોડા દરમિયાન જુદી-જુદી એલોપેથીક દવા, ઇન્જેકશનો, સ્ટેથોસ્કોપ, સિરપની બોટલો અને છુટી દવાઓ સહિતનો મુદામાલ જપ્ત કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.
આ પણ વાંચો:અમદાવાદના લાંભા વિસ્તારમાંથી બોગસ ડૉકટર ઝડપાયો
બોગસ તબીબો હાટડા ચલાવીને કરે છે લોકોના આરોગ્ય સાથે ચેડા
વેરાવળ સહિત ગીર સોમનાથ જિલ્લાના છેવાડા અને પછાત વિસ્તારોમાં બોગસ તબીબો હાટડા ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાથી ઘણા દિવસોથી વ્યાપક ચર્ચાઓ ચાલી રહી હતી. ગીર સોમનાથ SOGએ બ્રાંચની બાતમીના આઘારે પકડી પાડેલા બોગસ ડૉકટરી પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળ-સોમનાથ વિસ્તારમાં SOG સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. દરમિયાન બ્રાંચના ગોવિંદ વંશ અને નરવણસિંહ ગોહિલને મળેલી સંયુકત બાતમીના આધારે મેડીકલ ઓફીસર ડૉ.અવધેશકુમાર ચૌધરીને સાથે રાખી અત્રેના પ્રભાસ પાટણના ગુલાબનગરમાં નાઝ પ્રોવિઝન સ્ટોરની સામેની ગલીમાં રહેતા શબ્બીર કાસમભાઇ ભાદરકા (ઉ.વ.30)ના મકાન પર દરોડો પાડેલો હતો.
આ પણ વાંચો:ખરેડીમાંથી બોગસ ડૉકટર ઝડપાયો, ડિગ્રી વગર કરી રહ્યો હતો પ્રક્ટિસ
રોકડા રૂપિયા 1,230 મળી કુલ કિંમત રૂપિયા 10,485નો મુદામાલ જપ્ત
મકાનમાં જ કોઇપણ જાતની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે સર્ટીફીકેટ વગર મેડીકલને લગતા જરૂરી સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કલીનીક (દવાખાનું) ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતો હોવાની હકકીત સામે આવી હતી. જયારે કલીનીકમાંથી જુદી-જુદી એલોપેથીક દવાઓ, ઇન્જેકશન, સ્ટેથોસ્કોપ, સિરપની બોટલો તથા છુટી દવાઓ સહિતની સાધન સામગ્રી તથા રોકડા રૂપિયા 1,230 મળી કુલ કિંમત રૂપિયા 10,485નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વઘુમાં બોગસ ડૉકટર શબ્બીર કાસમભાઇ ભાદરકા વર્ષો અગાઉ વેરાવળ-સોમનાથના તબીબોને ત્યાં કામ કરતો હતો. છેલ્લા સાતેક વર્ષથી અત્રેના પ્રભાસપાટણના ગુલાબનગરમાં પોતાના ઘરે જ કલીનીક ચલાવતો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં આવ્યું છે. પોલીસે ગુનો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.