ગુજરાત

gujarat

ETV Bharat / state

ST Sangamam : સંગમ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીના જવાબથી હાસ્યનું મોજું ફરી વળ્યું - Somnath Smriti Irani present

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ મુલાકાત લીધી હતી. સંગમ કાર્યક્રમમાં તમીલનાડુની મહિલાએ ભાજપનો ખેસ ધારણ કરીને સ્મૃતિ ઈરાનીને સવાલ કર્યો હતો. તે સવાલનો જવાબ ઈરાનીએ આપતા કાર્યક્રમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

ST Sangamam : સંગમ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીના જવાબથી હાસ્યનું મોજું ફરી વળ્યું
ST Sangamam : સંગમ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીના જવાબથી હાસ્યનું મોજું ફરી વળ્યું

By

Published : Apr 22, 2023, 8:10 PM IST

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીના જવાબથી હાસ્યનું મોજું ફરી વળ્યું

સોમનાથ : સોમનાથના આંગણે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આજે છઠ્ઠા દિવસે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ખાસ તમિલનાડુથી આવેલી મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં એક મહિલાના કોલેજને યુનિવર્સિટી બનાવવાના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ પહેલા તમિલનાડુમાં ભાજપની સરકાર બનાવો તેવો વ્યંગ સાથે જવાબ આપ્યો હતો. જવાબ આપવાની સાથે જ કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

કોલેજને યુનિવર્સિટી બનાવી છે :સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં આજે કાર્યક્રમના છઠ્ઠા દિવસે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની એ હાજરી આપી હતી. આજના દિવસે ખાસ મહિલા સંમેલનનું આયોજન પણ કરાયું હતું. જેમાં તમિલનાડુથી આવેલી મહિલાઓએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની સાથે સંવાદ કર્યો હતો. જેમાં મહિલાઓએ ઉદ્યોગ કપડા ઇન્ડસ્ટ્રીઝ શિક્ષણની સાથે મહિલા ઉત્થાનને લઈને પણ કેટલાક સવાલો કર્યા હતા. જેનો જવાબ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આપ્યો હતો.

આ પણ વાંચો :Saurashtra Tamil Sangamam : નકામા નાળિયેરમાંથી બનાવેલી સુશોભન વસ્તુઓ સ્વરોજગારીનું કેન્દ્ર બન્યું

કેન્દ્રીય પ્રધાનના જવાબ સાથે ઉછળી હાસ્યની છોળો :તમિલનાડુથી આવેલી એક મહિલાએ તમિલનાડુમાં સરકારી કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો આપવાને લઈને સવાલ કર્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મહિલાને કહ્યું હતું કે, પહેલા તમિલનાડુમાં અમારા જેવા કાર્યકરોને રાજ્યની જનતાની સેવા કરવાની તક આપો. જો અમને તમિલનાડુમાં રાજ્યની જનતાની સેવા કરવાની તક મળશે, તો કોલેજમાંથી યુનિવર્સિટી બનતા વાર નહીં લાગે.

આ પણ વાંચો :Saurashtra Tamil Sangamam : 3600 સ્ક્રુથી આબેહૂબ મોદીનો ચહેરો ઉપસાવ્યો, સંગમ કાર્યક્રમમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર

ભાજપનો ખેસ પહેરીને કર્યો સવાલ : સ્મૃતિ ઈરાનીના આ જવાબની સાથે સમગ્ર સભા મંડપમાં હાસ્યની છોળો ઉછળતી જોવા મળી હતી. તમિલનાડુથી આવેલી ભાજપની મહિલા કાર્યકરે પક્ષનો ખેસ પહેરીને સ્મૃતિ ઈરાનીને સવાલ કર્યો હતો, ત્યારે સ્મૃતિ ઈરાનીએ મહિલાને પક્ષનો ખેસ પહેર્યા વગર સામાન્ય નાગરિક બનીને જો સવાલ કરવામાં આવ્યો હોત, તો તેનો વધુ સારો ઉત્તર આપી શકાયો હોત. તેવો જવાબ તમિલનાડુથી તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલી મહિલા કાર્યકરને આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details