સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં એક યુવકે 3600 લોખંડના સ્કુથી PM મોદીના ચહેરો આબેહૂબ ઉપસાવ્યો જૂનાગઢ : સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ જામી ચૂક્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં અનેક વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ત્યારે અમદાવાદથી આવેલા યુવકની કલા હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. યુવક કલાકાર મહમદ સલીમ શેખે 3600 જેટલા લોખંડના સ્કુનો ઉપયોગ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાની મુખાકૃતિ ઉપસાવી કાઢી છે. ત્યારે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં મહંમદ સલીમ શેખની આ કલાકારીગરી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
આ પણ વાંચો :STSangamam : સાંભળો તમિલ વિદ્યાર્થી હરિરામની સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની સૂરમયી પ્રસ્તુતિ
યુવાને સ્ક્રુમાંથી બનાવ્યો મોદીનો ચહેરો :સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાત અને તમિલનાડુના કલાકારીગરીના માટે એક પ્રદર્શનનું આયોજન થયું છે. જેમાં ગુજરાત અને તમિલનાડુના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો સામેલ થયા છે, ત્યારે અમદાવાદના મોહમ્મદ સલીમ શેખે લોખંડના 3600 જેટલા સ્ક્રુની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાની મુખાકૃતિ બિલકુલ આબેહૂબ ઉપસાવી કાઢી છે. જેને જોઈને લોકો ખૂબ અચંબીત બની જાય છે, અત્યાર સુધી આ પ્રકારે વડાપ્રધાન મોદીના ચહેરાની મુખાકૃતિ અને તે પણ લોખંડના સ્ક્રુની મદદથી બનાવવાની પહેલી ઘટના છે. જેમાં મહંમદ સલીમ શેખને 40 કરતા વધુ દિવસોનો સમય લાગ્યો છે. હાલ આ મુખાકૃતિ સોમનાથ તમિલ સંગમ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યો છે.
આ પણ વાંચો :Saurashtra Tamil Sangamam : નકામા નાળિયેરમાંથી બનાવેલી સુશોભન વસ્તુઓ સ્વરોજગારીનું કેન્દ્ર બન્યું
માચીસની સળીયો પરથી કલાકારી :મહંમદ સલીમ શેખે માચીસની સળીયો પર પણ કલા કંડારી છે. તેમણે 382 દિવસની ખુબ કાળજીપૂર્વકની મહેનત બાદ માચીસની 75 હજાર જેટલી લાકડાની સળીનો ઉપયોગ કરીને તાજમહેલની મુખાકૃતિનું સર્જન કર્યું છે. વધુમાં તેમણે પેન્સિલમાં જોવા મળતા ગ્રેફાઇટ પર ગણપતિની મુખાકૃતિ બનાવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે, તેના તર્જ પર મહંમદ સલીમ શેખે પેન્સિલના ગ્રેફાઇટ પર અત્યાર સુધીની સૌથી નાની સરદાર પટેલની પ્રતિમાને ઉપસાવી કાઢીને તેમની કલાકારીગીરીનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો છે.