ગીર સોમનાથ : સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે તેમાં હાજરી આપવા માટે આવેલા રાજ્યના કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન રાઘવજી પટેલે આજે વેરાવળ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રના તમામ બંદરો પર અટકેલા કામો યુદ્ધના ધોરણે શરૂ કરવાની તાકીદ કરી હતી.
ST Sangamam : સંગમની મુલાકાત લઈને પટેલે સૌરાષ્ટ્રના બંદરોના અટકેલા કામ શરૂ કરવા કરી તાકીદ - રાઘવજી પટેલ વેરાવળની મુલાકાતે
સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની મત્સ્ય ઉદ્યોગ પ્રધાન રાઘવજી પટેલે મુલાકાત લીધી હતી. જ્યાં રાઘવજી પટેલે ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રના બંદરોના અટકેલા કામ શરૂ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
પ્રધાનની તાકીદ બંદરો પર થશે કામ શરૂ :સોમનાથ ખાતે ચાલી રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં આજે રાજ્યના કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન રાઘવજી પટેલે મુલાકાત કરી હતી. રાઘવજી પટેલે વેરાવળ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલા કામો જે પાછલા ઘણા સમયથી પડતર જોવા મળે છે. તેને યુદ્ધના ધોરણે શરૂ કરવાની પ્રધાન રાઘવજી પટેલે ઉપસ્થિત તમામ અધિકારીઓને તાકીદ કરી હતી.
આ પણ વાંચો :Saurashtra Tamil Sangamam : નકામા નાળિયેરમાંથી બનાવેલી સુશોભન વસ્તુઓ સ્વરોજગારીનું કેન્દ્ર બન્યું
બંદરોનો થશે વિકાસ :સૌરાષ્ટ્રને મળેલો લાંબો દરિયા કિનારો જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લાને સ્પર્શી રહ્યો છે. દરિયાઈ પટ્ટીમાં આવેલા આ પાંચ જિલ્લામાં માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા બંદરો ધમધમી રહ્યા છે, પરંતુ પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી બંદરોના વિકાસને લઈને કોઈપણ પ્રકારનું કામ થયું નથી. જેને કારણે બંદરમાં માછીમારીની સિઝન દરમિયાન બોટને ઊભી રાખવા જેવી ખૂબ જ વિપરીત પરિસ્થિતિ બની રહી છે, ત્યારે બંદર પર બોટોના આવવા અને જવાની સાથે બંદર પર બોટો રાખી શકાય તે માટે પાછલા કેટલાય વર્ષોથી કામનું ખાતમુરત કરાયું છે. પરંતુ તે આજે પણ બંધ જોવા મળે છે. જેને કારણે બંદરમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે આજે પ્રધાન રાઘવજી પટેલે અટકેલા તમામ કામો તાકીદે શરૂ કરવામાં આવે અને સમય મર્યાદામાં પુરા થાય તેવી અધિકારીઓને તાકીદ કરી છે.