આરોગ્ય પ્રધાન ભુલ્યા કૃષ્ણના પત્નીનું નામ ગીર સોમનાથ : આજે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. જેમાં ભાગ લેવા માટે ખાસ તમિલનાડુથી આવેલા મૂળ સૌરાષ્ટ્રના પરંતુ ત્યાં હજાર વર્ષ પૂર્વે સ્થાયી થયેલા તમિલયનોને આવકારવા માટે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વેરાવળ રેલવે સ્ટેશન પર હાજર હતા. આ સમયે તેમણે વેરાવળ આવેલા તમિલયનોનું જે સ્વાગત કરવામાં આવ્યું છે.
શ્રીકૃષ્ણના પત્નીનું નામ ભૂલી ગયા : સમગ્ર કાર્યક્રમને લઈને કેવું આયોજન થયું છે તે માટે માધ્યમો સમક્ષ વાત કરી હતી. આ દરમિયાન તેઓ માધવપુર ખાતે આયોજિત કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગના મેળાને ટાંકીને વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના પત્નીનું નામ ભૂલી ગયા હતા. માધ્યમો સાથેની વાતચીતમાં તેમણે તેમની બાજુમાં ઉભેલા વન અને પર્યાવરણ પ્રધાન મુળુ બેરાના સહયોગથી શ્રીકૃષ્ણના પત્ની રૂક્ષ્મણીનું નામ યાદ કર્યું હતું.
આ પણ વાંચો :STSangamam: આજથી 15 દિવસ સુધી સોમનાથના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું શરૂ
ગત વર્ષે પ્રદેશ પ્રમુખ પણ ભૂલ્યા હતા નામ :ગત વર્ષે માધવપુર ખાતે આયોજિત કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહના મેળાને પણ રાષ્ટ્રીય મેળાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સ્ટેજ પરથી ભાંગરો વાટ્યો હતો. વિશાળ જનમેદીની સમક્ષ સુભદ્રાનું અપહરણ કરીને શ્રીકૃષ્ણએ તેમની સાથે લગ્ન કર્યા હતા. આવું નિવેદન આપ્યું હતું બાદમાં સ્ટેજ પર બેઠેલા કોઈ વ્યક્તિએ પાટીલને તેની ભૂલ સમજાવતા પાટીલે ભૂલમાં સુધારો કરીને માધવરાયજીના લગ્નનો પ્રસંગ રૂક્ષ્મણી સાથે માધવપુરમાં થયો હતો. તેવી ચોખવટ કરીને ફરીથી પોતાનું ભાષણ શરૂ કર્યું હતું, ત્યારે આજે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ ભગવાન શ્રીકૃષ્ણની પત્નીનું નામ જ ભૂલી ગયા હતા. જેને રાજ્યના અન્ય એક પ્રધાન મુળુ બેરાએ યાદ અપાવ્યું હતું
આ પણ વાંચો :Saurashtra Tamil Sangamam : સોમનાથના આંગણે તમિલ પ્રવાસીઓએ પગ મુકતા જ ગરબાના તાલે ઝૂમ્યા
ઉલ્લ્ખેનીય છે કે, તમિલનાડુના પ્રવાસીઓ ગુજરાતમાં આવતા જ ગરબાના તાલે ઘૂમતા જોવા મળી રહ્યા હતા. 1000 વર્ષ પૂર્વેની સંસ્કૃતિ સોમનાથ મહાદેવની નિશ્રામાં પૂર્ણ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો મહાદેવની ભૂમિના જોવા મળ્યા હતા. ધાર્મિક અને પારિવારિક સંસ્કૃતિને ફરી એકવાર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ એવા સોમનાથ મહાદેવ મંદિરે મળવાનો સંયોગ સર્જાયો હતો. આજના કાર્યક્રમમાં તમિલનાડુથી આવેલા મૂળ સૌરાષ્ટ્રીયન લોકગીત પર જુમી ઉઠ્યા હતા. આ દ્રશ્યો તમિલ સંગમ કાર્યક્રમને વધુ જીવંત બનાવી રહ્યા હતા.