મેં અને મારી દીકરીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી ગીર સોમનાથઃ હિન્દી મૂવિઝની ખ્યાતનામ અભિનેત્રી રવિના ટંડને આજે તેમની પુત્રી સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. કાશી વિશ્વનાથના દર્શન કર્યા બાદ માતા પુત્રી સીધા સોમનાથ પહોંચ્યા હતા. તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો વિશિષ્ટ પૂજા અર્ચનાઃ સોમનાથ મંદિર ટ્રસ્ટના પૂજારી દ્વારા અભિનેત્રી રવિના ટંડન અને તેની પુત્રીને મહાદેવજીની વિશિષ્ટ પૂજા અર્ચના કરાવામાં આવી હતી. માતા-પુત્રીનું મહાદેવના દરબારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિના ટંડન અને તેની પુત્રીએ મહાદેવ પર જળાભિષેક પણ કર્યો હતો અને મહાદેવના અલૌકિક દર્શન કરીને ખૂબ જ ભાવવિભોર બન્યા હતા.
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી સોમનાથ મંદિરની સુવિધાથી પ્રભાવિતઃ બોલિવૂડની મસ્ત ગર્લ રવિના ટંડન સોમનાથ મહાદેવ મંદિરમાં અપાતી સુવિધાઓથી બહુ પ્રભાવિત થઈ હતી. સોમનાથ મંદિર ટ્ર્સ્ટના ચેરમેન વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમણે યાત્રાધામોમાં ભકતો અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. વડા પ્રધાનના આ પ્રયાસોથી રવિના ટંડન પ્રભાવિત થઈ હતી.
હું અને મારી પુત્રી આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. સોમનાથ મહાદેવના દર્શન કરીને અમે બહુ ધન્યતા અનુભવું છું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભકતોને સોમનાથ મહાદેવના દર્શન કરવાની બહુ સારી સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ ટ્રસ્ટના ચેરમેન વડા પ્રધાન મોદી છે તેમણે બહુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. વડા પ્રધાન મોદીને પણ આ કાર્યો બદલ બહુ પૂણ્ય મળશે...રવિના ટંડન(અભિનેત્રી, બોલિવૂડ)
- Raveena Tandon: રવીના ટંડને પ્રિન્ટેડ આઉટફિટમાં ચાહકોને મંત્રમુગ્ધ કર્યા, જુઓ નવી તસવીર
- Raveena Tandon: રવિના ટંડનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરાયા પદ્મશ્રીથી સન્માનિત, ચાહકોએ પાઠવ્યા અભિનંદન