ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર કરાયો - Somnath mahadev temple

કરોડો લોકોની આસ્થાના પ્રતીક અને હિન્દુધર્મના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના સાનિધ્યમાં આજે શ્રાવણનો અંતિમ સોમવાર સમાપ્ત થયો ત્યારે, શિવ ભગવાનને અત્યંત પ્રિય એવી ભસ્મનો શણગાર કરાયો હતો.

શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર કરાયો
શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર કરાયો

By

Published : Aug 17, 2020, 10:59 PM IST

સોમનાથ: કોરોનાની મહામારીને કારણે સોમનાથમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જે સોમનાથ તીર્થમાં શ્રાવણ મહિનાના સોમવારના દિવસે લાખોની મેદની ઉભરાતી હતી. તે સોમનાથ તીર્થમાં આખા શ્રાવણ માસમાં પણ એટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી શક્યા નથી.

ત્યારે, આગામી શ્રાવણ માસમાં મહાદેવ પોતાની કૃપા વરસાવે અને લોકોને ફરીથી સોમનાથના દર્શન થાય તેવા આશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવને શ્રાવણ માસના અંતિમ સોમવારે ભસ્મનો શૃંગાર કરાયો હતો. ઉપરાંત, દરેક શિવાલયોમાં મહાદેવને ભવ્ય સજાવટ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details