ગુજરાત

gujarat

ETV Bharat / state

Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને કરાયો સવા લાખ બિલ્વપત્રનો ઔલોકિક શણગાર, ભાવિકો થયા અભિભૂત - Mahadev decorated with half a lakh Bilvapatra

સોમનાથ મહાદેવને શ્રાવણ મહિનાના બીજા દિવસે સવા લાખ બિલ્વ પત્રનો શણગાર કરાયો હતો. મહાદેવની શણગાર કરવાની આ વિધિમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના પૂજારીઓ દ્વારા ચાર કલાક સુધી શણગારવાનું કામ ગર્ભગૃહમાં ચાલ્યુ હતું. જેના દિવ્યમાન દર્શન કરીને શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

somnath-mahadev-temple-somnath-mahadev-was-decorated-with-half-a-lakh-bilvapatra-devotees-were-overwhelmed
somnath-mahadev-temple-somnath-mahadev-was-decorated-with-half-a-lakh-bilvapatra-devotees-were-overwhelmed

By

Published : Aug 19, 2023, 7:44 AM IST

મહાદેવને કરાયો સવા લાખ બિલ્વપત્રનો ઔલોકિક શણગાર

સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. એક મહિના સુધી શિવ ભક્તો મહાદેવના અનેક પ્રકારે ઔલોકિક દર્શનનો લ્હાવો પ્રાપ્ત કરશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવને વિવિધ શણગાર દ્વારા ઔલોકિક કરવામાં આવશે. આજે શ્રાવણ મહિનાના બીજા દિવસે સોમેશ્વર મહાદેવને સવા લાખ બિલ્વપત્રનો અદભૂત શણગાર કરાયો હતો જેના દર્શન કરીને શિવભક્તો એ ભારે ધન્યતા અનુભવી રહ્યા હતા.

મંદિરના પૂજારીએ કર્યો શણગાર:પાછલા ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આસપાસના વિસ્તારોમાં ત્રણ જેટલા બિલ્વ વનનું નિર્માણ કરાયું છે. જ્યાંથી સમગ્ર વર્ષ દરમિયાન સોમનાથ મહાદેવ પર અભિષેક થતા બિલ્વપત્ર એકત્ર કરવામાં આવે છે. આજે સવા લાખ બિલ્વપત્રનો અભિષેક સોમેશ્વર મહાદેવ પર કરવામાં આવ્યો છે તેને પણ સોમનાથ ટ્રસ્ટના બિલ્વવનમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા. જેને સોમનાથ ટ્રસ્ટના પૂજારીઓ દ્વારા ચાર કલાકની મહેનતને અંતે મહાદેવને શણગાર કરવામાં આવ્યો હતો જેમાં ગુલાબ અને ગલગોટાના પુષ્પનો પણ ઉપયોગ કરાયો હતો. સાથે ભસ્મનો લેપ કરાયા બાદ મહાદેવને બિલ્વપત્રના શણગારથી દિપાયમાન કરાયા હતા.

બિલવાષ્ટકમાં છે બિલ્વપત્રનો ઉલ્લેખ:આદિ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા નિર્મિત બિલવાષ્ટકમાં બિલ્વપત્રનો ખાસ અને વિશેષ ઉલ્લેખ કરાયો છે. તે મુજબ ત્રણ પર્ણ વાળું બિલ્વપત્ર ત્રિનેત્રેશ્વર સોમેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવે તો અર્પણ કરનાર પ્રત્યેક શિવભક્તને ત્રણ જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે અથવા તો કોઈ પણ શિવભક્તના ત્રણ જન્મના પાપનો નાશ કરવાની શક્તિ બિલ્વપત્રમાં સમાયેલી છે. જેને કારણે પણ શિવને બિલ્વપત્ર અતિ પ્રિય હોવાનો ઉલ્લેખ બિલવાષ્ટકમાં કરવામાં આવ્યો છે. તે મુજબ આજે સોમનાથ મહાદેવને સવા લાખ બિલ્વપત્રનો અભિષેક કરાયો હતો જેના દર્શન કરીને શિવ ભક્તો અભિભૂત થયા હતા.

Somnath Mahadev Temple : શ્રાવણમાં મહાદેવના દર્શન સાથે સોમનાથ ચોપાટીનો આનંદ લેતા પર્યટકો

Somanath News: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા શિવભક્તો

ABOUT THE AUTHOR

...view details