ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો, વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા પરશુરામ ભગવાનની ગુરૂભક્તિ વિશે... - message

ગીર સોમનાથ: અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે આપણે ગુરૂપૂર્ણિમા ઉજવીએ છીએ. તેનું ઉદગમ મહાભારતના રચિયતા વેદવ્યાસ અને શુકદેવજીના પરિસંવાદથી થયું હતું. સનાતન ધર્મીઓ માટેના ખાસ દિવસે વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા પરશુરામ ભગવાનની જાણો ગુરૂભક્તિ.

સ્પોટ ફોટો

By

Published : Jul 16, 2019, 12:01 PM IST

Updated : Jul 16, 2019, 12:43 PM IST

આજે એટલે કે મંગળવારે સનાતન ધર્મમાં માનતા તમામ લોકો દ્વારા ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ભલે તે વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકનું અભિવાદન હોય કે પછી શિષ્યો દ્વારા એમના ધર્મગુરુઓનું પૂજન હોય કે પછી માતા-પિતા મોટા ભાઈ-બહેન કે કોઈપણ વ્યક્તિ જેણે કોઈ ચોક્કસ સમયે તમારું પથદર્શન કર્યું હોય આવા કોઈપણ શ્રેષ્ઠી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને આપણે ગુરુપૂર્ણિમા ઉજવીએ છીએ.

સોમનાથ મહાદેવના મુખ્ય પૂજારી શાસ્ત્રી ધનંજય દવેનો ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર ખાસ સંદેશ...

આ પ્રસંગે હિન્દૂ ધર્મની આસ્થાના સ્થંભ સમાં દ્વાદશ જ્યોતિર્લિંગ માના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની અહર્નિશ પૂજા કરતા સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી શાસ્ત્રી ધનંજય દવેએ જણાવ્યું કે, સનાતન ધર્મમાં માનનારા દરેક વ્યક્તિ માટે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવા માટે આ એક અતિ મહત્ત્વનો દિવસ છે.

સાથે જ એમણે શ્રી વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી પરશુરામ ભગવાનની ગુરુભક્તિ યાદ કરતા કહ્યું કે, એમણે એમના પિતા જમદગ્નિ ઋષિને ગુરુ માન્યા હતા. જ્યારે જમદગ્નિ ઋષિએ એમને પોતાના અપમાન માટે પરશુરામની માતાને મારી નાખવા આદેશ કર્યો ત્યારે એમણે ગુરુનો આદેશ પાળ્યો હતો. ત્યાર બાદ જમદગ્નિ ઋષિ એમના પર પ્રસન્ન થતા પોતાના માતાને મંત્ર શક્તિ દ્વારા પુનઃ જીવિત કરાવ્યા હતા.

આ ઉપરાંત જ્યારે પરશુરામ પૃથ્વી નક્ષત્રી કરી રહ્યા હતા. ત્યારે એમના પિતા અને ગુરુ એવા જમદગ્નિ ઋષિના જ કહેવાથી તેમણે ક્ષત્રીઓનો સંહાર અટકાવ્યો હતો. આમ ગુરુપૂર્ણિમાનો દિવસ ન માત્ર વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યે કે અનુયાયીઓનો ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા દિન છે, પરંતુ દરેક વ્યક્તિના જીવનના કોઈને કોઈ સમયે સાચો રસ્તો બતાવનાર, વ્યક્તિને કંઇ પણ શીખવનારનો ખરા હદયથી આભાર માનવાનો દિવસ છે. પરશુરામ ભગવાન પાસેથી સકારાત્મક શીખ લઈને માતાપિતા અને ગુરુ આજ્ઞા માટે તત્પર રહેવાનો ગુણ આપણે ચોક્કસથી આપણા જીવનમાં ઉતારી શકીએ.

Last Updated : Jul 16, 2019, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details