ગુજરાત

gujarat

ETV Bharat / state

80 દિવસ બાદ ભક્તો માટે ખુલ્યા સોમનાથ મંદિરના દ્વાર, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લાગી કતારો

કોરોના મહામારી અને લોકડાઉનમાં દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલું સોમનાથ મંદિર 82 દિવસ બાદ ખુલ્લું મુકાયું છે. કોરોનાના વધતાં સંક્રમણથી બચવા અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકોને નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

samnath, Etv Bharat
somnath

By

Published : Jun 8, 2020, 12:16 PM IST

ગીરસોમનાથઃ કોરોના મહામારી અને લોકડાઉનમાં દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલું સોમનાથ મંદિર 82 દિવસ બાદ ખુલ્લું મુકાયું છે. કોરોનાના વધતાં સંક્રમણથી બચવા અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકોને નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

80 દિવસ બાદ ભક્તો માટે સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા

અનલોક 1માં ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યાં છે. ગીર સોમનાથામાં મહાદેવના મંદિરને ભક્તો માટે આજથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભાવિકોની કતારો લાગી છે. દર્શનાર્થે આવેલા ભક્તોએ સોશિયલ ડિસટન્સનું પાલન કરી સોમનાથ મહાદેવ પાસે કોરોના મુક્તીની પ્રાર્થના કરી હતી.

19 માર્ચથી પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોના દર્શન માટે બંધ કરાયું હતું. આજે 82 દિવસ બાદ ભક્તો માટે માટે મંદિર ખુલ્લુ મુકાયું છે. જેમાં તા.12 સુધી ગીરસોમનાથ જીલ્લાના ભાવિકો દર્શન કરી શકશે. ત્યાર બાદ 12 જુનથી સોમનાથ ઓ.આર.જી વેબ સાઈટ પર સ્લોટ બુકીંગ કર્યા બાદ જ જીલ્લા બહારના ભાવિકો દર્શન કરી શકશે.રેડી ટુ અપલોડ

ABOUT THE AUTHOR

...view details