સોમનાથ : ગુજરાતના પશ્ચિમ દક્ષિણ સાગરતટે સ્થિત સોમનાથ મહાદેવ દેશના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યારે બારેમાસ અહીં અસંખ્ય ભક્તો દર્શન, પૂજન, યજ્ઞયાગ આવતાં હોય છે. ત્યારે દક્ષિણ બારતના પાંચ રાજ્યના શિવભક્તો માટે હવે સોમનાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા અનોખી સુવિધા શરુ કરવામાં આવી છે. જેમાં જોડાઇને દક્ષિણ ભારતના 51 મંદિરો અને 1001 શિવ ભક્તો દ્વારા સોમનાથ મહાદેવ મંદિર જોડાઈને પૂજા અને સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રોજેક્ટ દેન છે એક આઈપીએસ અધિકારી પી વિજયનનો. જેમના સઘન પ્રયાસો થકી આ સફળતા મળી છે.
વર્ચુઅલી સોમનાથ સાથે જોડાયાં વર્ચુઅલી જોડાયા : દક્ષિણ ભારતના પાંચ રાજ્યો કર્ણાટક, કેરલ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 51 જેટલા મંદિરો ઓનલાઈન પૂજા અને દર્શન માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયા છે. પ્રથમ દિવસે જ 1001 જેટલા દક્ષિણ ભારતના પાંચ રાજ્યોના શિવભક્તોએ વર્ચ્યુઅલ માધ્યમથી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને મંદિર સાથે જોડાણ કરીને મહાદેવની પૂજા અર્ચન અને આરતીનો લાભ લીધો હતો.
આ પણ વાંચો Somnath News: અમિત શાહે સોમનાથ એપનું લોકાર્પણ અને આરોગ્યધામની કરી જાહેરાત, જાણો શું છે નવું
સફળ પ્રયાસ : આઇપીએસ અધિકારી પી વિજયાન આ પ્રકારની સુવિધાઓથી સોમનાથ મંદિર અને દક્ષિણ ભારત સાથે જોડવાની તૈયારી કરી રહ્યા હતા. જેમાં હવે સફળતા મળી છે. દક્ષિણ ભારતના ઐય્યપ્પા મંદિરથી સોમનાથને જોડવાની પરિકલ્પના તૈયાર થઇ હતી.
અધિકારીના પ્રયાસ રંગ લાવ્યાં પુણ્યમ પુગાવનમ પ્રોજેક્ટ : દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ મંદિર મનાતા અયપ્પા મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન પૂજા અને ધર્મ કાર્ય માટે આવતા હોય છે જેને કારણે ઐય્યપ્પા મંદિરમાં કચરાના ગંજ ઊભા થયા હતા.આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આઇપીએસપી વિજયન દ્વારા પુણ્યમ પુગાવનમ પ્રોજેક્ટ હેઠળ સફાઈ અભિયાન શરૂ કર્યું. જેમાં ખૂબ મોટી સફળતા મળી હતી. દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ અયપ્પા મંદિરને સ્વચ્છ કરવામાં આજે અભિયાન સફળ રહ્યું છે. જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં પણ કરી હતી.
1001 શિવ ભક્તોએ કર્યાં દર્શન પૂજન આ પણ વાંચો મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને 1.51 કરોડનું દાન આપ્યું
શિવભક્તોને લાભ :પી.વિજયનના પ્રયાસોથી મળી સફળતા આઈપીએસ અધિકારી પી વિજયન ઘણા સમયથી દક્ષિણ ભારતના 50 કરતાં વધુ મુખ્ય શિવ મંદિરોને વર્ચ્યુઅલી માધ્યમથી સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેમાં સફળતા પણ મળી છે આજે દક્ષિણ ભારતના તમિલનાડુ કેરલ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણાના હજારો શિવ ભક્તો ઓનલાઇન વર્ચ્યુઅલી માધ્યમથી સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડાઈને દર્શન પૂજા અને અભિષેક સહિત તમામ ધાર્મિક વિધિમાં સહભાગીતા કરી રહ્યા છે જેને પણ પી વિજેયનની સફળતા સાથે જોવામાં આવી રહી છે.